પરિણામ જાહેર:મજરા સેવા સહકારી મંડળની ચૂંટણીમાં પરિવર્તન પેનલની જીત

તાજપુર કુઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અબીલ ગુલાલ અને ફૂલહારથી વિજેતા ઉમેદવારોને સમર્થકોએ વધાવ્યા

પ્રાંતિજના મજરા સેવા સહકારી મંડળી નુ ચૂંટણી પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો તો પરિવર્તન પેનલનો વિજય થયો હતો.પ્રાંતિજના મજરા ખાતે આવેલ સેવા સહકારી મંડળીની ચુંટણી તા.15-09-21ને બુધવાર ના રોજ યોજાઈ હતી અને પરિણામ પણ રાત્રીના બાર વાગે જાહેર થયું હતુ. જેમાં મોડી રાતે જાહેર થયેલ પરિણામમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો હતો. અબીલ ગુલાલ અને ફૂલહારથી દશરથભાઇ અંબાલાલ પટેલ સહિત પેનલના દરેક વિજેતા ઉમેદવારોને સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને વધાવી લેવામાં આવ્યા હતા. છેલ્લા 35 વર્ષથી સહકારી ક્ષેત્રનું સુકાન સંભાળનાર વિકાસ પેનલના સુપડા સાફ થયા હતા.

પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારો
દશરથભાઇ અંબાલાલ પટેલ, દિનેશભાઈ મથુરભાઇ પટેલ, બલાજી ચૂંથાજી મકવાણા, અંબાલાલ બેહચરદાસ પ્રજાપતિ, અજયભાઇ શણાભાઇ પટેલ, શનાભાઇ હરગોવનભાઇ પટેલ, નરેશભાઇ અમીચંદભાઈ પટેલ , ધુળાજી શીવાજી રાઠોડ, જશુજી સોનાજી રાઠોડ, મિનેશભાઇ ગોવિંદભાઇ પટેલ, રણજીતસિંહ સોનાજી મકવાણા, બાબુભાઇ શનાભાઇ પટેલ, લેઉઆ અમીચંદભાઈ વસ્તાભાઇ.

અન્ય સમાચારો પણ છે...