રજૂઆત:પ્રાંતિજના ગ્રા.પં.ના વીસીઇનું માંગણીઓને લઇ આવેદનપત્ર

પ્રાંતિજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવા સહિતની માંગોને લઇ રજૂઆત કરી

પ્રાંતિજના ગ્રામપંચાયતોના વીસીઇઓએ વિવિધ માંગણીઓને લઈને પ્રાંત, મામલતદાર અને ટીડીઓને આવેદન આપ્યું હતું. તાલુકામાં ગ્રામ પંચાયત કચેરીએ ઇ.ગ્રામ સેન્ટરોમાં વીસીઇ તરીકે છેલ્લાં 14 વર્ષથી ફરજ બજાવતા 54 વીસીઇઓ કમીશન પર કામગીરી કરી રહ્યા છે. મહામારીમાં પંચાયતમાં ખેડૂતોના ધસારાના કારણે મગફળી રજીસ્ટ્રેશન અને 3700 કરોડ સહાય પેકેજની એન્ટ્રી કરતાં કોરોનાગ્રસ્ત થવાની સંભાવના છે. અગાઉ પીએમ કિશાન, કૃષિ સહાય, જન્મ-મરણ, વિ.એન્ટ્રી કરી હોઇ બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી ચુકવણુ થયુ નથી અને છેલ્લા 14 વર્ષ થી કમિશન પર કામ કરતા હોવા છતાં કમિશન વધવાને બદલે ઘટ્યુ છે. જેથી વીસીઓની કમિશન પ્રથા બંધ કરી પગાર-ધોરણ નકકી કરવું, અગાઉ પી.એમ.કિશાન, કૃષી સહાય, જન્મ- મરણ, વિ.એન્ટ્રીનુ ચૂકવણું તાત્કાલિક કરવાની માંગ સાથે પ્રાન્ત અધિકારી સોનલ બા પઢેરીયા, મામલતદાર એચ.પી. ભગોરા, ટીડીઓ નીતિનભાઈ પટેલને આવેદન પત્ર આપ્યુ હતુ અને માંગ નહિ સંતોષાય તો 1 લી ઓક્ટોબરથી કામથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...