અકસ્માત:પ્રાંતિજના ઓરણ પાટિયા પાસે ટ્રકની ટક્કરે વીજકર્મી ઘાયલ

તાજપુરકૂઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં બાઇકને નુકસાન થયુ હતું. - Divya Bhaskar
અકસ્માતમાં બાઇકને નુકસાન થયુ હતું.
  • ફરાર ટ્રકચાલકને પીછો કરી પકડી લેવાયો

ભાસ્કર ન્યૂઝ | તાજપુરકૂઈ પ્રાંતિજના ઓરાણ પાટિયા પાસે નેશનલ હાઇવે નં. 8 પર વીજકર્મી કનોપસિંહ રાઠોડ પોતાનું બાઇક નં. જી.જે-09-સી.બી-9111 લઈને ઓરણ તરફથી આવી રહ્યા હતા. ત્યારે ટ્રક નં. જી.જે-18-એ.યુ-6821 ના ચાલકે બાઈકને ટક્કર મારતાં કનોપસિંહ પટકાયા હતા. દરમિયાન ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને ભાગ્યો હતો. દરમિયાન હાઇવે પર હોટેલ ધરાવતા દિનેશ મકવાણાએ તેનો પીછો કરતાં ઓરાણના પાદરેથી ઝડપી પાડ્યો હતો. ટ્રકચાલકે તેના માલિકને ઘટનાની જાણ કરતાં માલિક સ્થળ પર આવ્યા હતા. ઇજાગ્રસ્ત કનોપસિંહ રાઠોડ (રહે સી. બોરીયા) (50) ને 108 દ્વારા પ્રાંતિજ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં રિફર કરાયા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...