તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:વાઘરોટા ગામમાં કોવિડથી મહિલાનું મોત થતાં ગામમાં 20 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવ્યો

પ્રાંતિજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામજનોએ દવા, ઓક્સિજન બોટલ સહિતના માટે યથાશક્તિ ફાળો આપ્યો

પ્રાંતિજના વાઘરોટામાં મહિલાનું કોરોનાથી મોત થતાં ગામની શાળામાં 20 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કર્યો છે. ગામમાં દવાખાનાઓમાં જગ્યા ના અભાવે મોત થતા આખુ ગામને હલબલાવી ગયું હતું. જેથી ફરી આવી ઘટના ના બને તે માટે કટિબદ્ધ બનવા, ગામના સરપંચ અને યુવાન મિત્રો અને વડીલોએ કમર કસી અને નક્કી કર્યું કે આવું ના જ થવું જોઈએ આ માટે દવાઓ માટે પૈસા, ઓક્સિજન બોટલ, ઓક્સિમીટર અને પ્રાથમિક શાળામાં કોવિડ કેન્દ્ર ઉભુ કર્યુ હતું.

કોઈએ ગાદલા ની સેવા આપી તો કોઈકે પલંગની સેવા આપી કોઈએ ઓક્સિજન બોટલ, તો કોઈ કે સેનેટાઈઝરની સેવા આપી અને સૌથી અમૂલ્ય સેવા યુવાન મિત્રો એ ઘેર ઘેર સર્વે કરી નાખ્યો અને શરદી, ઉધરસ, તાવ વાળા દર્દી ઓને બોટલ ઇન્જેક્શન, દવા ઓ ફ્રી અને સારવાર માટે ડો. મણીભાઈ પટેલની નિમણુંક પણ કરી.

તેમજ સમગ્ર ગામને સેનેટાઇઝ કરાયું હતું. ગામના વેપારી ઓ પણ એમની ફરજ સમજી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્ક વગર એક પણ વ્યક્તિ ના દેખાય, કોઈ ટોળું જોવા ના મળે આથી વિશેષ આર્યુવેદિક ઉકાળો પણ બનશે. જેના કારણે ગામના કોઈ ગરીબ દર્દી નું મૃત્યુ ના થાય એ માટે જે ફાળો એકત્રિત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો