તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:સલાલના રહીશનું કોરોનાથી અમદાવાદમાં મોત થતાં તબીબે 2.20 લાખ બિલ માફ કર્યું

પ્રાંતિજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબે અંતિમ સંસ્કાર કરવા માટે વાન પણ નિઃશુલ્ક મોકલી
  • સંજીવની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો

પ્રાંતિજના સલાલ ગામના વ્યક્તિને કોરોના થતાં સારવાર અર્થે અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં હોસ્પિટલના તબીબે તેમનું બાકી રહેલ બિલ 2.20 લાખ બિલ માફ કરી અંતિમ સંસ્કાર માટે વાન પણ નિઃશુલ્ક મોકલી આપી આ કોરોનાકાળમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સલાલ ગામના મકવાણા પોપટજીના માતા - પિતાનું કોરોનાને કારણે અવસાન થયા બાદ પોપટજીને પણ કોરોના થતાં સારવાર અર્થે અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. ત્યારે પોપટજીનું પણ અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં તેમના પરિવારમાં માતા પિતા તથા પુત્રનું કોરોનાને કારણે મોત થતાં પરિવારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ત્યારે સલાલ ગામના પોપટજીના મોત બાદ સંજીવની હોસ્પિટલના તબીબ ડો. દિપેનભાઈ વર્માએ પોપટજીનું બાકી રહેલ રૂ. 2 લાખ 20 હજારનું બિલ માફ કર્યું હતું અને તેમના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર માટે વાન પણ નિઃશુલ્ક મોકલી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પોપટજીના પરિવારના સભ્યો પણ સંક્રમિત થયા હતા
સલાલ ગામના ડે. સરપંચ દિપકભાઈએ જણાવ્યું કે પોપટજીના પરિવારના સભ્યોને કોરોના થતાં અલગ અલગ સ્થળે સારવાર માટે દાખલ કરાયા હતા અને તેમના વારાફરથી મોત થયા હતા. ત્યારે તબીબે માનવતા દર્શાવી પોપટજીના મોત બાદ બાકી રહેલ 2.20 લાખનું બિલ માફ કરી પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર માટે વાન પણ મફત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...