વિવાદ:પ્રાંતિજના પ્રદેશ ભાજપ મહિલા આગેવાન વિરુદ્ધ ફરિયાદ ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો ગુનો નોંધાયો; સોશિયલ મીડિયામાં​​​​​​​ પોર્ન ફોટો અપલોડ-શેર કર્યો હતો

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રાંતિજ તાલુકાના આક્ષેપિત જિનલ પટેલ ઉત્તર ગુજરાત બુથ સમિતિના ઇન્ચાર્જ

માર્ચ-2020 માં હેશ બુલેટ ડેશ રાની ડેશ 0007 નામથી એક ફોટો અપલોડ થયા બાદ સર્વિસ પ્રોવાઇડર દ્વારા પ્રાયોરિટી લેવલ-Eનો રિપોર્ટ સબમીટ થયા બાદ નેશનલ સેન્ટર ફોર મિસીંગ એન્ડ એકસપ્લોઇટેડ ચિલ્ડ્રન દ્વારા પૂરી પાડવામાં આવેલ સમરીને પગલે સીઆઇડી ક્રાઇમે સાયબર ક્રાઇમ ગાંધીનગર રેન્જને જાણ કર્યા બાદ હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોબાઇલ ધારક પ્રાંતિજ તાલુકાના વતની અને ભાજપના ઉ.ગુ. બુથ સમિતિ ઇન્ચાર્જ જિનલ પટેલ સામે ચાઇલ્ડ પોર્નોગ્રાફી એક્ટ અંતર્ગત ગુનો નોંધી પોર્ન ફોટો અપલોડ - શેર કરનાર સામે તપાસ હાથ ધરતાં ખળભળાટ મચી ગયો છે.

સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી હતી
સાબરકાંઠામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી નો પ્રથમ કેસ નોંધાયો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતથી માહિતી અનુસાર તા.08-02-20ના રોજ 8:54:15 સમયે ઇન્સ્ટાગ્રામ આઇડી ડેશ રાની ડેશ 0007 મોબાઇલ નંબરથી એક ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી ફોટો ફાઇલ અપલોડ કરાઇ હતી. જેનો પ્રાયોરિટી લેવલ E રિપોર્ટ સબમીટ થતાં નેશનલ સેન્ટર ફોર મીસીંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન દ્વારા તા.08-03-20 ના રોજ સમરી મોકલી અપાઇ હતી. જે અંગે સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશકે ગાંધીનગર સાયબર ક્રાઇમને જાણ કરતાં યુઝર આઇડી નું આઇપી એડ્રેસ, મોબાઇલ ધારકનું સરનામું વગેરે મેળવતા પ્રાંતિજનું હોવાથી હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસને ગુનો નોંધવા સૂચના મળ્યા બાદ મોબાઇલ નં.7575034365 ના ધારક જિનલ પટેલ સામે ફરિયાદ નોંધાઇ હતી.

દરમ્યાનમાં આક્ષેપિત જિનલબેન પટેલ પ્રદેશ ભાજપમાં ઉ.ગુ.બુથ સમિતિ ઇન્ચાર્જ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. સાયબર ક્રાઇમ પીઆઇ જે.એ. રાઠવાએ જણાવ્યું કે ફોટો શેર કરનાર વ્યક્તિના મોબાઇલ ડેટા અને સીડીઆરને આધારે તપાસ હાથ ધરાઇ છે. તેમણે ઉમેર્યું કે આવી પ્રતિબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિથી માનસિક વિકૃતિ પેદા થઇ શકે છે અને બાળ માનસ પર ખૂબ ખરાબ અસર થઇ શકે છે. અશ્લીલ સાહિત્ય સોશિયલ મીડીયામાં અપલોડ-શેર કરવું ગુનાહિત કૃત્ય ગણાય છે.