મેઘમહેર:બે દિવસ બાદ પોશીનામાં એક અને વડાલીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો

પોશીના18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોશીના અને વડાલી પંથકમાં શનિવારે બપોર બાદ વરસાદ પડતાં માર્ગો પર પાણી રેલાયા હતા. વાતવરણમાં ઠંડક પ્રસરી હતી - Divya Bhaskar
પોશીના અને વડાલી પંથકમાં શનિવારે બપોર બાદ વરસાદ પડતાં માર્ગો પર પાણી રેલાયા હતા. વાતવરણમાં ઠંડક પ્રસરી હતી
  • ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં બપોર બાદ ઝરમર વરસાદ વરસ્યો

સા.કાં. જિલ્લાના પોશીના અને વડાલીમાં બે દિવસના વિરામ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં બપોર બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. પોશીના પંથકમાં છેલ્લા બે દિવસના અંતરાલ બાદ શનિવારે બપોર બાદ પોશીના તથા દેલવાડા, કાલીકાંકર, દંત્રાલ, મામાપીપલા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં 25 મીમી જેટલો વરસાદ વરસતા સિઝનનો કુલ 736 મીમી વરસાદ નોંધાયો છે

પોશીના
પોશીના

જ્યારે વડાલી તાલુકામાં શનિવારે 21 મીમી વરસાદ વરસતા સિઝનનો કુલ 583 વરસાદ નોંધાયો છે તેમજ ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં બપોર બાદ ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અાગામી 5 અોક્ટોબરની અાસપાસ અોક્ટોબરના છેલ્લા સપ્તાહમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચવાની સાથે ઠંડીના ચમકારાનો અનુભવ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...