કાર્યવાહી:પોશીનામાંથી બે બાઇકચોર પકડાયા

પોશીનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાર બાઇક ચોરી કર્યાનું અને ગાંધીસણના જંગલમાં છૂપાવી રાખ્યાનું કબૂલ્યું

પોશીના પોલીસને બાતમી મળતાં શુક્રવારે પોશીનામાંથી બે શંકાસ્પદ શખ્સોને ઝડપી પૂછપરછ કરતાં કોટડા છાવણીના હોવાનું અને તેમની પાસેનું બાઈક પણ પોકેટ કોપની મદદથી ચકાસણી કરતાં ચોરીનું હોવાનું ખૂલતાં અટકાયત કરી પૂછપરછ કરતા ચોરીના વધુ 4 બાઇક કબ્જે કરવામાં સફળતા મળી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા. 11-12-2020 ના રોજ પોશીનામાં બાઇક નં. જી.જે-9-સી.ટી-1607 લઇને બે શંકાસ્પદ શખ્સો ફરી રહ્યાની બાતમી મળતા પીએસઆઇ આર. જે. ચૌહાણ સ્ટાફ સહિત પહોંચી ગયા હતા. લક્ષ્મણ પૂનીયાભાઇ ગમાર (28) (રહે. ઝાંઝરવાડા તા.કોટડા છાવણી) અને રાવજી રવાભાઈ ગમાર (રહે. સુમરી તા. કોટડા છાવણી)ની પૂછપરછ કરતાં બાઈકના કાગળો અંગે શંકા જતાં પોકેટ કોપની મદદથી ચકાસતાં બાઇકના માલીક ગીરીશભાઈ મોઘજીભાઇ પ્રજાપતિ (રહે. ખેડબ્રહ્મા) હોવાનું બહાર આવતા બંનેની અટકાયત કરી વધુ પૂછપરછ કરતાં આ શખ્સોએ અન્ય સાથે મળી કોટડા છાવણી, આબુરોડ તથા દાંતાથી બીજા ચાર બાઇક ચોરી કર્યાનું અને ગાંધીસણના જંગલમાં છૂપાવી રાખ્યાનું કબૂલતાં ગાંધીસણમાં તળાવની નજીકથી વધુ ચાર બાઇક રિકવર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...