ધમકી:પોશીના તાલુકાના બારામાં મહિલાને મારવાની ધમકી

પોશીના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામના જ બે યુુવકો વિરુદ્ધ ફરિયાદ

પોશીનના બારા ગામમાં મહિલાના ઘરમાં ઘૂસી મારવાની ધમકી આપતાં બે યુવકો સામે ફરિયાદ નોંધાઇ છે. બારા ગામના (સિકલાફળો) માં રહેતા કમળીબેન માનાભાઈ પરમારના ઘરે તા.29.7.21 બપોરે 3.00 વાગ્યાના સુમારે બારા ગામના હાજાભાઇ ભારમાભાઈ પરમાર અને કેવળાભાઈ લખાભાઇ પરમાર (રહે. બારા) દ્વારા કમળીબેનના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને કહ્યું કે તારા પતિ એ અમારા બે માણસોને મારી નાખેલ છે તેનું વેર બે લાખ રૂપિયા કેમ આપતાં નથી તેમ કહી ધમકીઓ આપતાં આ બાબતે કમળીબેન દ્વારા તેઓના સમાજ અને કુટુંબીજનો દ્વારા સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા. જે બાબતે સમાધાન ન થતાં તા. 13 ઓગસ્ટે કમળીબેન માનાભાઈ પરમાર દ્વારા પોશીના પોલીસ સ્ટેશને તેમના જ ગામના બે યુવકો વિરુદ્ધ ફરિયાદ કરતાં પોશીના પોલીસ દ્વારા બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.