ખાતમુહૂર્ત કાર્યક્રમ:પોશીના બાયપાસને મંજૂરી મળતાં સાંસદ દ્વારા ખાતમુહૂર્ત કરાયું

પોશીના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રમીલાબેન બારા દ્વારા કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

પોશીના તાલુકા મથક થયા બાદ લોકો તથા વાહનોની અવર જવર વધતા ગામલોકો તથા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી અને પોશીના બજારમાં ટ્રાફિક સમસ્યા સિરદર્દ સમાન બની હતી. જે અંગે વારંવાર અહેવાલ પ્રકાશિત કરાતા આખરે વહીવટી તંત્ર દ્વારા પોશીના બાયપાસને મંજૂરી આપવામાં આવી છે. બુધવારે રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ તા.વિ.અ. નરેશભાઇ હટાર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેથી આ વિસ્તારના લોકોમા આનંદની લાગણી છવાઈ હતી

જે અનુસાર બુધવારના રોજ રોજ પોશીના તાલુકાની વર્ષો જૂની સમસ્યા નિરાકરણ લાવી વિકાસની સાથે રોજગારીનો અવસર કરી પ્રશ્નોનુ હકારાત્મક નિકાલ લાવેલ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોશીનાના મુખ્ય બજાર માર્ગ તથા મુખ્ય બજાર, ગટરલાઈન નવ નિર્માણ વિધાલય પેવર બ્લોક તથા કાજાવાસથી ગંછાલી સી.સી.રોડની લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સાબરકાઠા જી.પંના પ્રમુખ ધીરુભાઈ પટેલ, તા.પ્રમુખ ચીમનભાઈ ગમાર, તા.વિ.અ.નરેશભાઇ હટાર, પોશીના તા.ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ તથા ભાજપના ડેલીગેટો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...