પોશીના પોલીસની કામગીરી:MPથી મુંબઈ જવા નીકળેલો શખ્સ પોશીના પહોંચતાં પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

પોશીના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્યારેય મુંબઇ ગયો ન હોવાથી ભૂલથી પોશીના પહોંચી ગયો હતો

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડવા તાલુકાના હિરાપુર ગામનો શખ્સ મજૂરી કામ અર્થે મુંબઈ જવા નીકળ્યો હતો.જે પોશીના આવી પહોંચ્યો હતો અને પોશીના પોલીસે તેની 2 દિવસ સુધી સારસંભાળ રાખી તેના પરિવારનો સંપર્ક કરીને મિલન કરાવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોશીના સબ ઈન્સ્પેકટર આર. જે. ચૌહાણ તા.28-02-22 ના રોજ પોશીના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળી હતી કે પોશીના ગોયાનાકા ખાતે એક શખ્સ પોતાના પરિવારથી વિખૂટો પડેલી હાલતમાં બેસેલો છે. જેથી પોશીના પોલીસ સ્ટેશનની કાર્યરત “શી” ટીમ સાથે ગોયાનાકા વિસ્તારમાં જઈ શખ્સને પોલીસ સ્ટેશન લાવી અને ચા-નાસ્તો કરાવી પૂછપરછ કરતા પોતાનુ નામ મહેંદ્રભાઈ મહાવીર અંજની (રહે. હિરાપુર, સનાવા, તા. બડવા, જી. ખરગોન - મધ્ય પ્રદેશ ) જણાવ્યું હતું.

પૂછપરછમાં શખ્સે ઘરેથી મુંબઈ મજૂરી કામ અર્થે જવા નીકળ્યો હતો. પરંતુ અગાઉ એકેય વાર મુંબઈ ગયેલો ન હોવાના કારણે પોતે પોશીના આવી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે પૂછપરછમાં આ શખ્સના પરિવાર અંગે વિગત મેળવી પોલીસે મધ્ય પ્રદેશના હિરાપુરનો સંપર્ક કરી પરિવારને પોશીના બોલાવી શખ્સનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...