તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પોશીનાના વલસાડીમાં પિતરાઈ ભાઈની હત્યા કરનારો ઝડપાયો

પોશીના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ અગાઉ સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી હતી

પોશીનાના વલસાડીના પિતરાઇ ભાઇઓ વચ્ચે સામાન્ય બોલાચાલી બાબતે અદાવત રાખી પિતરાઈ ભાઈએ પોતાના ભાઇને સેઈ નદીના પટમાં લઇ જઇ 24 ઓગસ્ટે મોત નિપજાવી ફરાર થઈ જતાં પોશીના પોલીસે હત્યારા પિતરાઇ ભાઈને ડુંગર વિસ્તારમાં ઝડપી પાડ્યો હતો. વલસાડીના દેવાભાઈ નાથાભાઈ બુબડીયાના કાકાના દીકરા રસુભાઈ હોમાભાઈ બુબડીયા સાથે તા. 23 ઓગસ્ટે મજાક મશ્કરી કરતા દેવાભાઈએ ના કહેતા રસુભાઈ તને જોઈ લઈશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

ત્યારબાદ બીજા દિવસે મોડી સાંજે રસુભાઈ દ્વારા દેવાભાઈ ને કામના બહાને સેઈ નદીના પટમાં લઈ માથાના ભાગે ફટકા મારી મોતને ઘાટ ઉતારી લાશ સેઇ પુલ પાસે ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.ચૌહાણને ખાનગી રાહે માહિતી મળેલ કે ગુનાનો નાસતો ફરતો આરોપી રસુભાઇ હોમાભાઇ બુંબડીયા(ઉ.વ-22) હાલ વલસાડી બોડા સીબલાના ડુંગરોમાં છે. જેથી પોશીના પોલીસ સ્ટાફના કર્મીઓએ વલસાડી બોડા સીબલાના ડુંગરોમાં જઇ આરોપીને ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...