તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોત:પોશીનાની પનારી નદીમાંથી સેબલીયાના યુવકની લાશ મળી

પોશીના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક પાંચ દિવસ અગાઉ પોતાની સાસરી રાજસ્થાન જવા માટે ઘરેથી નીકળ્યો હતો

પોશીનાની પનારી નદીમાંથી રાજસ્થાન પોતાની સાસરી જવા નીકળેલ યુવકની લાશ મળતાં ચકચાર મચી હતી.

સોમવારે સવારે પોશીના નજીકથી પસાર થતી પનારી નદી પાસે દરગાહની પાછળના વાગે મોટા પથ્થરો વચ્ચે યુવકની લાશ પડી હોવાની જાણ થતાં પોશીના પોલીસને જાણ કરાતાં મોડી સાંજે યુવકની ઓળખ થઇ હતી. યુવક પોશીનાના સેબલીયા(ડેગરફળો) ગામના નરેશભાઈ પુનાભાઈ ગમાર (19) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક નરેશભાઈ પુનાભાઈ ગમાર તા.10.06.21 ના રોજ સવારે પોતાના ઘરેથી પોતાની સાસરી રાજસ્થાનના માંડવા જવા નીકળ્યો હતો. આ બાબતે મૃતક ના પિતા પુનાભાઈ મણાભાઈ ગમાર દ્વારા પોશીના પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં લાશને પીએમ માટે પોશીના સીએચ.સી.માં લઈ જવાઇ હતી. લાશ સડી ગયેલ હોય પીએમ માટે બી.જે મેડિકલ કોલેજ અમદાવાદમાં ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...