તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:પોશીના તાલુકા પંચાયત પ્રમુખ ચીમનભાઇને ચૂંટણી જીતવા બાબતે ફોન પર ધમકી

પોશીના10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તું અને તારા પિતા જ વર્ષોથી ચૂંટણી લડો છો, કાલીકાંકર પંચાયત તમારા પિતાની પેઢી છે કહી છરી મારવાની ધમકી ગામના શખ્સે આપી

પોશીના તા.પં. પ્રમુખને ગત ચૂંટણીમાં વિજેતા થતાં ગામના જ શખ્સે ફોન પર તું અને તારા પિતા જ વર્ષોથી ચૂંટણી લડો છો તમારે જ ચૂંટણી લડવાની છે તેવી ધમકી ગામના જ શખ્સ દ્વારા આપતાં તાલુકા પંચાયના પ્રમુખે પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોશીના પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર તાજેતરમાં યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોશીના તાલુકા કાલીકાંકરના ચીમનભાઈ ખેતાભાઈ ગમાર ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થતાં પોશીના તા.પં.ના પ્રમુખ તરીકે વરણી કરાઇ હતી. જેમેને ગત 30 માર્ચના રોજ સાંજના 9 વાગ્યાની આસપાસ કાલીકાંકરના જ મજીતભાઈ મોડાભાઈ ગમારે ફોન ઉપર ધમકી આપી કે તું અને તારા પિતા જ વર્ષોથી ચૂંટણી લડો છો તમારે જ ચૂંટણી લડવાની છે.

કાલીકાંકર પંચાયત તમારા પિતાની પેઢી છે બીજા કોઈને ચૂંટણી લડવા દેવી નથી. તેમ કહી અપશબ્દો બોલી આવનાર ચૂંટણીમાં કેવા ઊભા રહો છો કહી ચીમનભાઈને તથા તેમના પિતાને છરીથી મારી નાખવાની ધમકી આપતા ચીમનભાઈએ 6 એપ્રિલે પોશીના પોલીસ સ્ટેશનમાં મજીતભાઈ ગમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોશીના પી.એસ.આઇ એ.બી.મિસ્ત્રી દ્વારા તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો