બસ સેવા શરૂ:પાલનપુરથી પોશીના નવી બસ શરૂ કરાઇ

પોશીનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર ડેપો દ્વારા પોશીનાથી પાલનપુરની નવીન બસ સેવા શરૂ કરાઇ છે. પોશીના તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ડીસા થરાદ દિયોદર જેવા વિસ્તારોમાં મજૂરી કામ અર્થે જતા હોય છે આ વિસ્તારમાંથી અવર જવર પણ વધુ રહે છે. ત્યારે મજૂરીકામ અર્થે જતાં ગરીબ લોકોને ખાનગી વાહનોનમા ડબલ ભાડું ખર્ચવું પડતું હતું ત્યારે હવે પોશીનાથી

પાલનપુરની સીધી બસ સેવા શરૂ કરાતાં કાયમી અવરજવર કરતાં લોકોને મુસાફરી ભાડામાં ખૂબ જ મોટો ફાયદો થશે. પાલનપુરથી સવારે ૮.૧૫ કલાકે ઉપડી ૧૦.૪૫ કલાકે પોશીના આવશે અને પોશીના થી ૧૧.૦૦ કલાકે ઉપડી ૧.૩૦ કલાકે પાલનપુર પહોંચશે

અન્ય સમાચારો પણ છે...