કામગીરી:પોશીના પોલીસે છેલ્લા દોઢ વર્ષથી અપહ્યત બાળકને શોધ્યો, રિચાર્જ કરવાનું કહી વલાસણા ગયા બાદ પરત આવ્યો ન હતો

પોશીના18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગલપુરમાં બાળકને શખ્સે ઘેટાં-બકરાં ચરાવવા માટે રાખ્યો હતો

પોશીના પોલીસે વડાગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા દોઢ વર્ષ ગુમ બાળકને વડગામના નાગલપુરથી શોધી કાઢ્યો હતો.પોશીના પોલીસે ગણવાના 13 વર્ષીય બાળકને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે મકનાભાઇ કશનાભાઇ ધ્રાંગી (રહે. ગણવા ઉદાતફળો તા. પોશીના) પરિવાર સાથે વલાસણામાં ખેતમજૂરી કામ કરવા ગયા હતા.

દોઢેક વર્ષ અગાઉ તેમનો 13 વર્ષીય બાળક મોબાઇલમાં રિચાર્જ કરવાનું કહી વલાસણા બજારમાં ગયા બાદ પરત આવ્યો ન હતો જેથી પરિવારે શોધખોળ કર્યા બાદ મળી ન આવતાં તેમણે વડાગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ ત્યારબાદ બાળક મળી ન આવતાં જેના અનુસંધાને પોશીના પીએસઆઇ આર.જે.ચૌહાણ તથા તેમની ટીમને બાતમી મળી હતી કે વડગામના નાગલપુર ગામે રહેતા રમેશભાઇ ભરવાડ જે ઘેટાં બકરાંનો વ્યવસાય કરે છે તેમણે આ બાળકને ઘેટા બકરાં ચરાવવા છેલ્લા દોઢેક વર્ષથી ગોંધી રાખ્યો છે જેથી બાતમી વાળા સ્થળે પોશીના પોલીસે જઇ બાળકને શોધી કાઢી વડાગામ પોલીસમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...