તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોશીના-ગોયા નાકા પરથી પોલીસે કોટડા છાવણીનો બાઇકચોર પકડ્યો

પોશીના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોશીના પોલીસે બાઇકચોરને પકડી લીધો હતો. - Divya Bhaskar
પોશીના પોલીસે બાઇકચોરને પકડી લીધો હતો.
 • પૂછપરછમાં ઇડરથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી

પોશીના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પોશીના-ગોયા નાકા ઉપરથી કોટડાછાવણીના બાઇક ચોરને ઝડપી લીધો હતો.તપાસમાં બાઇક ઇડરથી ચોર્યાની કબૂલાત કરી હતી. રવિવારે પોશીના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન લાંબડીયા ત્રણ રસ્તા થી પોશીના તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતાં પોશીના ગોયા નાકા પર પોલીસ ચેકિંગ દરમિયાન હીરો હોન્ડા કંપનીનું સીડી ડીલક્ષ નંબર પ્લેટ વગરની બાઇક લઇને આવતાં ઉભો રખાવી તપાસ કરતાં પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપી

શકતાં બાઇકના એન્જીન અને ચેચીસ નંબરના આધારે તપાસ કરતાં બાઇક માલિકનું નામ સરદારજી લાડુજી વણઝારા રહે. આનંદનગર તા. ઇડરનું અને ચોરીનો હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં ઇડરથી બાઇકચોર્યાની કબૂલાત કરતાં બાઇકચોર મોહમ્મદ જાકીર મોહમ્મદ જમાલ હાજી (મુસ્લિમ) રહે કિસ્તીયાનગર આરટીઓ પાછળ હિંમતનગર મૂળ રહે. ઉબરીયા તા. કોટડા છાવણી જિ.ઉદેપુર (રાજસ્થાન )સામે સીઆરપીસી કલમ ૪૧(૧) (ડી) ૧૦૨ મુજબ અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો