રજૂઆત:પોશીનામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ગેરકાયદે થતાં ધર્માતરણ વિરુદ્ધ મામલતદારને આવેદન

પોશીના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મ જાગરણ સમન્વય સમિતી,હિંદુ આદિવાસી સમિતી દ્વારા રજૂઆત

પોશીના તાલુકામા ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ગેરકાયદેસર રીતે થઇ રહેલા ખ્રિસ્તી ધર્મ પ્રચારને રોકવા અને તેમના દ્વારા થઈ રહેલ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના ઉલ્લંઘન અંગે ધર્મ જાગરણ સમન્વય સમિતી (રા.સ્વ. સંઘ) જનજાતી કલ્યાણ સ.( વિ.હિ.પ.)સમગ્ર. હિંદુ આદિવાસી સમિતી પોશીના તાલુકા તથા બજરંગ દળ દ્વારા બુધવારે પોશીના મામલતદારને આવેદન આપવામાં આવ્યુ હતુ.

તાજેતરમા પોશીના ઉડાણના ગામોમાં વસતા ભલાભોળા આદિવાસીઓને વિવિઘ પ્રલોભનો દ્વારા ખ્રિસ્તી ધર્મના મળતીયાઓ દ્વારા ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે વટાળ પ્રવૃતી કરાઈ રહી છે અને આદિવાસી સંસ્કૃતીને નુકશાન પહોચાડી રહ્યું છે જ્યારે આ વિસ્તારમાં એકપણ ખ્રિસ્તી નોંધાયેલા નથી છતાં આ વિસ્તારમાં ખ્રિસ્તી ઘર્મના પાદરીઓ ફાધરો દ્વારા પ્રાર્થના સભાઓ યોજાઈ રહી છે. જેના કારણે આ વિસ્તારનો શાંતી પૂર્ણ માહોલ બગડી રહ્યો હોઈ આવા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...