તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર પાંગળુ:RTPCRના કડક અમલને બદલે ચેકપોસ્ટ પર માત્ર સ્ક્રિનિંગનું નાટક

પોશીના15 દિવસ પહેલા
 • કૉપી લિંક
રાજસ્થાનની રાણી બોર્ડર પર મુસાફર વાહનોની બેરોકટોક અવરજવર થઇ રહી છે. - Divya Bhaskar
રાજસ્થાનની રાણી બોર્ડર પર મુસાફર વાહનોની બેરોકટોક અવરજવર થઇ રહી છે.
 • સા.કાં.ના રાજસ્થાન સરહદને જોડતા તમામ માર્ગો પર માત્ર નામની ચેકપોસ્ટ
 • મુસાફર વાહનો અને ખાનગી વાહનોની બેરોકટોક અવરજવર થઇ રહી છે

સાબરકાંઠાના પોશીના અને વિજયનગર તાલુકાની રાજસ્થાન સરહદને જોડતા માર્ગો પર ચેકપોસ્ટની નામ પૂરતી કામગીરી થઇ રહી છે. છેલ્લા 72 કલાકમાં કરેલ આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવાયો હોવા છતાં માત્ર થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરીને ખાનગી શટલીયા વાહનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કલેક્ટરની સૂચનાનો અમલ કરવામાં તંત્ર પાંગળુ પૂરવાર થઇ રહ્યુ છે.

વિજયનગર તાલુકાને રાજસ્થાન સાથે જોડતી રાણી બોર્ડર પર મુસાફર વાહનો અને ખાનગી વાહનોની બેરોકટોક અવરજવર થઇ રહી છે. પોલીસ, હોમગાર્ડ અને આરોગ્યકર્મીઓની ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. નિયમિત અંતરાલે થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરાઇ રહ્યુ છે પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં કરાવેલ આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ હોય તેને જ ગુજરાતમાં પ્રવેશ અપાયો હોય તેવું આજે પણ જોવા મળ્યુ ન હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હજુ સુધી એક પણ વાહનને અટકાવી પરત મોકલાયુ નથી આવી જ સ્થિતિ પોશીના તાલુકાની આંજણી, બોરા, કોટડા છાવણી સહિતની ચેકપોસ્ટ પર જોવા મળી હતી પ્રવાસીઓનું થોડા થોડા સમયના અંતરે થર્મલ ગનથી તાપમાન માપવામાં આવતું હતુ તેનાથી વિશેષ કોઇ તકેદારી રખાઇ હોય તેવુ જોવા મળ્યુ ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો