તકલીફનો અંત:ખેડબ્રહ્મા ST ડેપો દ્વારા પોશીનાથી અમદાવાદ લોકલ બસ શરૂ કરાઇ

પોશીના6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોશીનાથી સવારે 6:10 વાગે ઉપડી વાયા ખેડબ્રહ્મા ઇડર હિંમતનગર થઈ 11 વાગે અમદાવાદ પહોંચશે અને અમદાવાદથી સાંજે 4:10 વાગે ઉપડી રાત્રે 9:00 વાગે પરત પોશીના પહોંચશે

પોશીના તથા આજુબાજુના વિસ્તારના લોકોને પોશીનાથી વહેલી સવારે અમદાવાદ તરફ જવા માટે તથા માંડી સાંજે પોશીના પરત આવવા માટે વર્ષો થી કોઈ સીધી બસ સેવા ન હોઇ લોકોને ખાનગી વાહનોને ડબલ ભાડાં ખર્ચવા પડતાં હતા. જ્યારે એસટી વિભાગને વર્ષોથી વારંવાર આ બાબતે રજૂઆત કરાતાં આખરે ખેડબ્રહ્મા ડેપો મેનેજર દ્વારા આ વિસ્તારના લોકોને પડતી હાલાકીને ખાસ ધ્યાને લઇ તા.12.2.22 થી પોશીનાથી અમદાવાદ ની નવીન લોકલ બસ સેવા શરૂ કરાઇ છે. જેમાં વહેલી સવારે પોશીનાથી 6:10 કલાકે ઉપડી વાયા ખેડબ્રહ્મા ઇડરહિંમતનગર થઈ 11:00 કલાકે અમદાવાદ પહોચશે જ્યારે અમદાવાદ થી સાંજે 4:10 કલાકે ઉપડી રાત્રે 9:00 કલાકે પોશીના પહોચશે.

આ સીધી બસ સેવા શરૂ કરાતાં ખાસ તો વેપારીવર્ગ ખરીદી કરવા માટે અમદાવાદ જતા હોય તથા અન્ય લોકોને પણ આ સીધી બસ સેવાથી ફાયદો થશે તથા મોડી સાંજે પોશીના પરત આવવા કોઈ બસ સેવા ન હોઇ આ વિસ્તારના લોકોને ભારે હાલાકી પડતી હતી. બસ શરૂ કરતાં લોકોમાં આનંદ છવાયો છે.

એસટી બસ ભાડાની વિગત
પોશીનાથી અમદાવાદ લોકલ ભાડુ 87 રૂ., પોશીનાથી ખેડબ્રહ્મા લોકલ બસ ભાડુ 30 રૂ. પોશીનાથી અમદાવાદ જવા માટે હડાદ બસ ભાડુ રૂ.16. અગાઉ અંબાજીથી અમદાવાદ તરફ એક્સપ્રેસ બસમાં 104 રૂ. જ્યારે સાંજે 7:30 પછી હડાદ હાઈવેથી પોશીના આવવા કોઈ પણ બસ ન હતી જેથી લોકો ને સ્પેશિયલ ખાનગી વાહનનું ભાડું રૂ 250 થી 300 ખર્ચવુ પડતું હતું.

અન્ય સમાચારો પણ છે...