માંગણી:કપાસના પ્લોટ કરી બિયારણ તૈયાર કરી પકવતા ખેડૂતોને ભાવ વધારો કરી આપો

પોશીના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેરોજમાં ખેડૂતનો બેઠક મળી હતી. - Divya Bhaskar
ખેરોજમાં ખેડૂતનો બેઠક મળી હતી.
  • ઉત્તર ગુજરાત આદિવાસી ખેડૂત અને મજદૂર યુનિયનની માંગ
  • કંપનીઓ ખેડૂતોને કિલો દીઠ 450 ચૂકવે છે તે વધારી 600 કરવા માંગ

ઉત્તર ગુજરાત આદિવાસી ખેડૂત અને મજદૂર યુનિયન(સૂચિત) ખેડબ્રહ્મા દાંતા તથા પોશીના તાલુકાના વિસ્તારોમાં કપાસના પ્લોટ કરી બિયારણ તૈયાર કરી પકવતા ખેડૂતોને કિલો દીઠ ભાવ વધારો કરવા બાબતે શનિવારે રાણા પૂંજા ભીલ ગ્રંથાલય ખેરોજમાં ત્રણેય તાલુકાના ખેડૂત આગેવાનો દ્વારા આ બાબતે બેઠક કરી વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરાઇ હતી.

જેમાં હાલ કંપનીઓ દ્વારા ખેડૂતોને કિલો દીઠ 450 ચૂકવાય છે. તે વધારી 600 કરવામાં આવે, ખેડૂતોને એડવાન્સ પેટે અપાતી રકમનુ વ્યાજ ઓછું કરવા, સ્થાનિક સ્તરે પ્લોટ આપતાં એજન્ટોને કમિશન માં વધારો કરવા, ખેડૂતોને ડિજીટલ સિસ્ટમથી બેંક ખાતામાં તેમના બિયારણના રૂપિયા ચૂકવવા તથા ખેડૂતો ને લગતા અન્ય મુદ્દાઓ બાબતે ચર્ચા કરાઇ હતી. જેમાં હાલ મોંઘવારીમાં ખેડૂતોને હાલના ભાવમાં પોસાતું ન હોઇ ભાવ વધારો કરવા બાબતે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં પોશીના, ખેડબ્રહ્મા તથા દાંતા તાલુકાના ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...