તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગુણભાંખરીના ચિત્ર-વિચિત્ર મહાદેવના સ્થાનને પ્રવાસન ધામમાં સમાવેશ કરો

પોશીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાને રજૂઆત

પોશીના તાલુકાના ગુણભાખરી ખાતે આવેલ ચિત્ર વિચિત્ર મહાદેવ સ્થાનને પ્રવાસનધામમાં સમાવેશ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠી છે. અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચેથી પસાર થતી આકળ વાકળ અને સાબરમતીના નદીઓના ત્રિવેણી સંગમ ઉપર આવેલ અતિપ્રાચીન એવા પૌરાણિક અને પવિત્ર ચિત્ર-વિચિત્ર મહાદેવ સ્થાનને પ્રવાસનધામમાં સમાવેશ કરવા માટે સ્થાનીક આગેવાનો દ્વારા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા ને રજૂઆત કરી છે.આ સ્થાન મહાભારત કાળની દંતકથા સાથે જોડાયેલું છે અને દર વર્ષે હોળી પછીના 15માં દિવસે આ સ્થળ ઉપર આદિવાસી સમાજનો મહામેળો યોજાય છે.

જેમાં રાજસ્થાન અને ગુજરાતનામાં વસતા આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થતાં હોઈ આસ્થા રૂુપ સ્થાન છે તથા આ પવિત્ર સ્થાને અસ્થિ વિસર્જન પણ કરાય છ. વાર-તહેવારે આજુબાજુથી પણ લોકો દર્શનાર્થે આવે છે. આ અંગે સ્થાનિક આગેવાનો જેઠાભાઇ ખાંટ, કાન્તિભાઈ ખાંટ પ્રકાશભાઈ વ્યાસ, નટુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સ્થાનને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસનધામમાં સમાવેશ કરવામાં આવે તો લોકોને રોજગાર સાથે આ વિસ્તારના વિકાસને પણ વેગ મળી શકે તેમ છે અને આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે અને તાજેતરમાં પણ આ અંગે રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારાને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...