મેળો મહાલવા લોકો ઊમટ્યા:કોરોનાના બે વર્ષે પોશીનાના આંબામહુડામાં ભીમ ભાલકનો પરંપરાગત લોક મેળો ભરાતાં માનવ મહેરામણ ઊમટ્યું

પોશીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોશીનાના આંબામહુડામાં ચૈત્ર પૂનમે શનિવારે ભીમભાલકાનો પારંપારીક મેળો ભરાયો હતો. આ મેળામાં રાજસ્થાન બનાસકાંઠા અને પોશીના પંથકમાંથી આદિવાસી સમાજના લોકો મેળો મહાલવા મોટી સંખ્યામા ઊમટ્યા હતા. છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે મેળો બંધ હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં લોકો મેળામાં ઊમટ્યા હતા.

આ મેળામાં આદિવાસી ગરાસીયા લોકોમાં આજે પણ ભાતીગળ પહેરવેશ અને ચાંદીના આભૂષણો પહેરી આવતા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. મેળો પાંડવકાળના ભીમના ભાલાની પ્રતિરૂપી આસ્થાથી મેળો ભરાય છે. જે હાલ પથ્થર સ્વરૂપે હયાત છે. મેળામાં પોશીના પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...