તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:પોશીનાના વલસાડીમાં અદાવતમાં ભાઈએ પિતરાઈ ભાઇનું ઢીમ ઢાળ્યું

પોશીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેઈ નદીના પુલની સાઈડમાં હત્યા કરાયેલી લાશ મળી આવી

પોશીના તાલુકાના વલસાડી ગામના પિતરાઇ ભાઇઓ વચ્ચે સામાન્ય બોલાચાલી બાબતે અદાવત રાખી પિતરાઈ ભાઈએ પોતાના ભાઇનું ઢીમ ઢાળી દીધું હતું.આ અંગેની વિગત અનુસાર પોશીના તાલુકાના વલસાડી ગામના દેવાભાઈ નાથાભાઈ બુબડીયાના કાકાના દીકરા રસુભાઈ હોમાભાઈ બુબડીયા સાથે તારીખ 23 8 21ના રોજ મજાક મશ્કરી કરતા દેવાભાઈએ અપશબ્દો ન બોલવાનું કહેતાં રસુભાઈ હોમાભાઈ બુબડીયા તને જોઈ લઈશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ 24-8-21 મંગળવારના સાંજના સુમારે રસુભાઈ દેવાભાઈને કામના બહાને સેઈ નદીના પટમાં લઈ ગયા હતા.

જ્યારે મોડી રાત સુધી દેવાભાઈ ઘરે પરત ન આવતાં કુટુંબીજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બુધવારે વહેલી સવારે સેઈ નદીના પુલની સાઈડમાં દેવાભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેઓના કપાળના ભાગેથી લોહી નીકળતું હતું. આ અંગે મૃતકના ભાઈ બાબુભાઈ નાથાભાઈ બુબડીયાએ બુધવારે પોશીના પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

લાશને પીએમ માટે પોશીના સીએચસી ખાતે ખસેડાઈ હતી. પોશીના પોલીસ મથકે બાબુભાઈ નાથાભાઈ બુબડીયા દેવાભાઈ નાથાભાઈ બુબડીયા સામે ફરિયાદ ગુનો નોંધી પોશીના પીએસઆઇ આર.જે ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...