તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પોશીનામાં યુવકે સંબંધ રાખવાનું કહેતાં સગીરાએ ઝેર પી લેતાં મોત

પોશીના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહોલ્લાનો જ યુવક પરેશાન કરતો, 3 સામે ફરિયાદ

પોશીનામાં રહેતી સગીરાને તેના જ મહોલ્લામાં રહેતો રાહુલભાઈ પોપટભાઈ પરમાર તેની સાથે પ્રેમસંબંધ રાખવા હેરાન કરતાં સગીરાએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થતાં 3 સામે ફરિયાદ નોંધાઇ છે.

રાહુલભાઈ પોપટભાઈ પરમાર સગીરાને તા.30-08-21 ના રોજ પોશીનાની નજીક કોળંદ મહાદેવ દર્શન કરવા ગયો હતો. ત્યારે રાહુલએ સ્તામાં કહેલ કે તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો પડશે અને તું બીજા છોકરાઓ જોડે કેમ બોલે છે અને તું બોલીશ તો તને અને તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સગીરા પાસેથી મોબાઈલ લઈ લીધો હતો જે બાબતની જાણ સગીરાએ તેની માતાને કરતા માતા રાહુલના ઘરે ઠપકો આપવા જતાં તેના માતા પિતા દ્વારા અમારો છોકરો આવું ન કરે તેવું કહી મારી નાખવાની ધમકી આપતાં સગીરાને લાગી આવતા તા.05-09-21 ના રોજ ઘરમાં ઝેરી દવા પીતાં પોશીના સીએચસીમાં લઈ જવાઇ હતી.

વધુ સારવાર માટે હડાદ લઇ જવાતાં તા.06-09-21 ના રોજ મોત થતાં સગીરાની માતાએ પોશીના પોલીસમાં રાહુલભાઈ પોપટભાઈ પરમાર, પોપટભાઈ લખાભાઇ પરમાર, લખુબેન પોપટભાઈ (તમામ રહે. પરમાર વાસ પોશીના) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...