અકસ્માત:પોશીનાના લહેરીપુરા પાસે ઇકોએ અડફેટે લેતાં સાળી-બનેવીનું મોત

પોશીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી ઇકોચાલક ફરાર, ફરિયાદ નોંધાવાઈ

શનિવાર સાંજે પોશીનાના લહેરીપુરા પાસે ઇકોની ટક્કરે બે રાહદારી સાળી-બનેવીના મોત થયાં હતાં. જ્યારે અકસ્માત કરી ઇકો ચાલક ફરાર થઇ ગયો હતો.શનિવારે સાંજે ચાર વાગ્યાના સુમારે પોશીના-હડાદ માર્ગ ઉપર લહેરીપુરાથી પોશીના ગામ તરફ આવતાં બે રાહદારીઓને હડાદ તરફથી પૂરઝડપે આવતી ઇકો કાર નં.જી.જે-08-બી-6218ના ચાલકે ટક્કર મારતાં નરસાભાઈ ગમનાભાઈ વાદી ઉ.વ.68 (રહે.લહેરીપુરા પોશીના)નું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે અકસ્માત કરી ઈકો ગાડી મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો.

આ અંગે પોશીના પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી જઇ ઈજાગ્રસ્ત રતનબેન તારાભાઈ વાદી ઉ.વ.60 (રહે.લહેરીપુરા પોશીના)ને પોશીના સી.એચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ખેડબ્રહ્મા રિફર કરાતાં તેમનું પણ મોત થયંુ હતું. ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...