ફરિયાદ:પોશીનાના સેબલીયામાં મેળાવડાનું આયોજન કરનારા 6 સામે ફરિયાદ

પોશીના19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રા. શાળાની પાછળ મંડપ બાંધી ધો.-1 થી 5 ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને શિક્ષણ બાબતે જાગૃતિ લાવવા માટે 350 થી 400 માણસોને ભેગા કરાયા હતા

પોશીનાના સેબલીયામાં પ્રાથમિક શાળાની પાછળ શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે મેળાવડાનું આયોજન કરતાં કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી વિના કોઇ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર ગામની જાહેર જગ્યામાં મેળાવડો કરી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યક્રમનું આયોજન કરનાર 5 શખ્સો અને મંડપ માલિક સહિત 6 શખ્સો પોશીના પોલીસ દ્વારા ગુનો નોંધાયો હતો.

સેબલિયા ગામ નજીક શનિવારે સાંજે પોશીના પી.એસ.આઇ.આર.જે.ચૌહાણ અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સેબલિયામાં પ્રાથમિક શાળાની પાછળ મંડપ બાંધીને ધોરણ-1 થી 5 ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને શિક્ષણ બાબતે જાગૃતિ લાવવા માટે એકઠા કરી મેળાવડો કરી ભેગા થયા હોવાની માહિતી પોલીસને મળતાં પોલીસે તપાસ કરતા પ્રાથમિક શાળા પાછળ આશરે 350 થી 400 જેટલા માણસોનું ટોળું માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કાર્યક્રમનું આયોજન કરનાર સેબલિયાના 5 શખ્સો અને મંડપના માલિક સામે ફરિયાદ નોંધાઇ હતી.

આમની સામે ફરિયાદ
કાર્યક્રમનું આયોજન કરનાર
(૧) મશરૂભાઇ રતાભાઇ ગમાર
(૨) ફતાભાઇ નોપાભાઇ ગમાર
(૩) રમેશભાઇ મીનાભાઇ ગમાર
(૪) ભુરાભાઇ નોપાભાઇ ગમાર
(૫) રાજેશભાઇ રૂપાભાઇ સોલંકી
તમામ રહે.સેંબલીયા, તા.પોશીના
મંડપ માલિક
(૬) રમેશભાઇ વીરાભાઇ ખાંટ
(રહે. દાંતિયા, તા. પોશીના)

અન્ય સમાચારો પણ છે...