તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પોશીનાના ખણીઘાટી વળાંકમાં જીપની ટક્કરે બાઇકચાલકનું મોત

પોશીના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી જીપચાલક ફરાર થઇ ગયો

પોશીના આંજણી માર્ગ પર ખણીઘાટી પાસે સોમવારે સવારે કાલીકાકરથી પોશીના તરફ આવતા બાઈકને જીપે ટક્કર મારતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સોમવારે સવારે 9 વાગે કાલીકાકરના રમેશભાઈ લખમાભાઇ ગમાર પોતાની બાઈક નંબર GJ 09 DG 4889 લઈ પોશીના તરફ આવતા હતા. ત્યારે પોશીના થી આંજણી તરફ જતી જીપ નં. GJ 08 KE 5225 ના ચાલકે ખણીઘાટી પાસે વળાંકમાં ટક્કર મારતાં બાઇકચાલકને જીવલેણ ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હુતં. જીપચાલક જીપ લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે પિન્ટુબેન રમેશભાઈ ગમાર દ્વારા પોશીના પોલીસમાં જીપચાલક ગોવિંદભાઈ લિંબાભાઈ બુબડીયા રહે. કાલીકાકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોશીના પી.એસ.આઇ એબી મિસ્ત્રી દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...