તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વૈચ્છિક નિર્ણય:આજથી ચાર દિવસ માટે પોશીના સંપૂર્ણ લોકડાઉન, અગમચેતીના ભાગરૂપે વેપારીઓની બેઠકમાં નિર્ણય

પોશીના10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23 થી તા. 30 સુધી સવારે 7 થી 2 સુધી બજાર ખૂલ્લા રહેશે

પોશીના પંથકમાં કોરોના સંક્રમણ વધી જવાની શક્યતાઓને લઇ અગમચેતીના ભાગરૂપે શુક્રવારે યોજાયેલી વેપારીઓની બેઠકમાં આજથી ચાર દિવસ પોશીનાના બજારો સંપૂર્ણ બંધ રહેશે. જ્યારે તા. 23 થી તા. 30 સુધી સવારે 7 વાગ્યાથી લઇ બપોરના 2 વાગ્યા સુધી બજારો ખૂલ્લા રાખવાનો બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

પોશીના પંથકમાં કોરોના સંક્રમણ વધી જવાની શક્યતાને લઈને અગમચેતીના રૂપે શુક્રવારે પોશીના વેપારી એસોસીએશન તથા અન્ય તમામ વેપારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પોશીનાના બજારો ચાર દિવસ માટે સ્વયંભૂ સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજથી 22 તારીખ સુધી પોશીના ગામના સદંતર બંધ રહેશે. જ્યારે 23 થી થી 30 તારીખ સુધી સવારે 7 થી 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...