દુર્ઘટના:ચોલીયા ગામ પાસે રિક્ષા પલટતાં ૩ જણાને ઈજા

પોશીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોશીના પોલીસ મથકે ભાગી ગયેલા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

પોશીના તાલુકાના ચોલીયા ગામ પાસે રોડની સાઈડમાં રીક્ષા પલટી ખાઈ જતાં રિક્ષામાં બેઠેલા ત્રણ વ્યક્તિ ઓને ઈજાઓ થઈ હતી. પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષાના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તારીખ ૧૨-૧૦-૨૦૨૧ના રોજ ફરિયાદી સાયબાભાઈ અને તેના દીકરા હોમીરાભાઇ તેમજ હુરાભાઈ તથા તેમના કુટુંબી ભાઈ રાવતાભાઈ સાથે લાંબડીયા ગામે ઇલેક્ટ્રિક મોટર લેવા ગયેલ હતા અને ઇલેક્ટ્રિક મોટરને ખરદી લઇ સાંજના સમયે લાંબડીયાથી રિક્ષામાં બેસી તેમના ઘરે ગણેર ગામે પરત ફરી રહ્યા હતા.

તે સમયે ચોલિયા ગામ નજીક આ રીક્ષાના ચાલકે પોતાના કબજાની રીક્ષા નંબર GJ.24 w-5338 પૂરઝડપે બેફિકરાઈથી ગફલત રીતે હંકારી રોડ સાઈડમાં પલટી ખાઇ જતાં રિક્ષામાં બેઠેલા ફરિયાદી સાયબાભાઈ તેમજ બીજા મુસાફરોને શરીરે ઓછા વત્તી ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે રિક્ષા ચાલક રીક્ષા મૂકી ભાગી ગયો હતો. જે અંગે સાયબાભાઈ દીતાભાઈ ગમાર રહે.ગણેર તા.પોશીનાએ સોમવારે મોડી સાંજે રિક્ષા ચાલક વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષાના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...