છેતરપિંડી:આંગણવાડી વર્કરને નોકરીની લાલચે ઠગનાર 1 ઝબ્બે, 1 ફરાર

પોશીના14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોશીનાના ચોલીયામાં આંગણવાડી વર્કરને નોકરીની લાલચ આપી છેતરપિંડી કરનાર બે શખ્સો પૈકી એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ચોલીયાના સંજયભાઇ નાણાભાઇ ખોખરીયાને અેક વર્ષ અગાઉ તેની પત્નીનું આંગણવાડી કાર્યકરમાં નોકરી અપાવવાની લાલચ આપી બે શખ્સોએ રૂ. 80 હજાર લીધા બાદ ઓર્ડર કે પૈસા ન આપતાં છેતરપિંડી થયાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં દિલીપભાઇ નેપાભાઇ ડાભી (રહે.ચોકીબોર તા. દાંતા) અને રાજુભાઇ મંગુભાઇ જોષી (રહે. હડાદ તા. દાંતા) સામે ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે આરોપી રાજુભાઇ મંગુભાઇ જોષીને ઝડપી તા.15-11-21 ના રોજ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...