તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:હિંમતનગર-વિજાપુર રોડ પર કારની ટક્કરે બાઈક પાછળ બેઠેલા યુવકનું મોત નીપજ્યું

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કારની ટક્કરે બાઈકનો ખુદડો બોલાઈ ગયો - Divya Bhaskar
કારની ટક્કરે બાઈકનો ખુદડો બોલાઈ ગયો
 • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આગળ ડિવાઈડરના કટમા ચાલકે કારને અચાનક વાળી દેતાં પાણપુર પાટિયાથી આવી રહેલ બાઇક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો

હિંમતનગર વિજાપુર રોડ પર રવિવારે સાંજે હાઈવે કટ પર કાર ચાલકે અચાનક કારવાળી બાઇકને ટક્કર મારતા બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા તે પૈકી પાછળ બેઠેલા યુવકને માથામાં અને શરીરે ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થવા દરમિયાન કાર ચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા. 06/12/20 ના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે હિંમતનગર વિજાપુર રોડ પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આગળ ડિવાઈડરના કટમાં થઈ કાર નં. જી.જે-9-બી.ડી-0307ના ચાલકે કારને અચાનક વાળી દેતા પાણપુર પાટિયાથી આવી રહેલ કે.ટી.એમ ડક બાઇક નં. જી.જે-31-ઇ-5935 સાથે જોરદાર ટક્કર સર્જાઈ હતી અને બાઈક પર બેઠેલા બંને યુવક ઉછળીને રોડ પર પટકાયા હતા જેમાં ચાલક સાફીન અસ્પાકખાન પઠાન ઉ.વ. 22 (રહે.અશરફનગર છાપરીયા હિંમતનગર)ને પગે અને શરીરે ઈજાઓ થઈ હતી જ્યારે પાછળ બેઠેલ સલમાનશા જીવાશા ફકીરને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી તેના ભાઈ સિકંદરશા જીવાશા ફકીરે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે રાત્રે પોણા દસેક વાગ્યાના સુમારે સલમાનશાનુ અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું રૂરલ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલ કાર નં.જી.જે-9-બી.ડી-0307 ના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો