કાર્યવાહી:ધુલેટા-બામણા રોડ પર અકસ્માતમાં યુવકનું મોત

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસ અગાઉ ડાલાના ચાલકે બાઈકને ટક્કર મારી હતી

હિંમતનગર તાલુકાના ધુલેટા બામણા માર્ગ પર ચાર દિવસ અગાઉ પિકઅપ ડાલાની ટક્કરે બાઈકચાલક યુવકનું મોત નિપજવાના કિસ્સામાં રોંગ સાઈડ પર પીકઅપ ડાલુ ચલાવી બાઈકને ટક્કર મારી યુવકનું મોત નીપજાવવા અંતર્ગત પિકઅપ ડાલા ચાલક વિરુદ્ધ ગાંભોઇ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા.7/01/22ના રોજ સાંજે છએક વાગ્યાની આજુબાજુ ધુલેટા અને બામણા ગામની સીમમાં જતા રોડ પર બાઈક નંબર જીજે-9-સીએફ-5934 પર જઈ રહેલ મિથુનકુમાર લાભુજી પરમાર અને અજય કુમાર હડમતસિંહ પરમારને સામેથી આવી રહેલ ડાલા નંબર જીજે-9-એવી-9466ના ચાલકે રોંગ સાઇડમાં આવી ટક્કર મારતા બાઈક પર સવાર બંને યુવાનો રોડ પર પટકાયા હતા અને મિથુન કુમારને ગંભીર ઇજાઓ થતાં 108 માં હિંમતનગર સિવિલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયા હતા. અમદાવાદ લઈ જવા દરમિયાન યુવકનું મોત નિપજયું હતું. મૃતકના પિતા લાભુજી શિવાજી પરમારે(રહે.વાંટડી) ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ડાલાના ચાલક વિરૂદ્ધ બાઈકને ટક્કર મારી દીકરાનું મોત નિપજાવવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...