તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:તું મને ગમતી નથી મારે બીજા લગ્ન કરવા છે કહી પરિણીતાને કાઢી મૂકી

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇડરના ભદ્રેસરની પરિણીતાને તકરાર કરી મ્હેણાં ટોણા મારતાં
 • પતિ,દિયર, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ઇડરના ભદ્રેસરની પરિણીતાને સાસરીયા દ્વારા અવાર નવાર નાની નાની બાબતોમાં તકરાર કરી પતિની ચઢવણી કરતાં માર મારતો હતો. પતિ એ તું મને ગમતી નથી મારે બીજા લગ્ન કરવા છે કહી કાઢી મૂકી હતી.

ભદ્રેસર ગામની પરિણીતા સોહનબાનુના લગ્નના સાતેક મહિના બાદ સસરા રજાકભાઇ મનસુરી, સાસુ ફિરોજાબેન મનસુરી, દિયર નિજામભાઇ રજાકભાઇ મનસુરી નાની નાની બાબતોમાં તકરાર કરી મ્હેણા ટોણાં મારતા હતા. પતિ ઇરફાનભાઇ રજાકભાઇ મનસુરીની ચઢવણી કરતા પતિએ અવાર નવાર મારઝૂડ કરી હતી. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે ત્રાસ સહન કરી રહ્યા હતા અને ઓક્ટોબર 2019માં સાસરિયાઓની ચઢવણી થી પતિ ઇરફાનભાઇએ અપશબ્દો બોલી કહ્યુ કે તુ મને ગમતી નથી મારે બીજા લગ્ન કરવા છે તથા મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકી હતી અને તા. 15-07-20 ના રોજ બપોરે બે એક વાગ્યાના સુમારે પિયર ગોરલ ગામે સમાધાન કરવા આવી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી માર મારતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ચાર જણા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો