કાર્યવાહી:વકીલ સાથે ઉધ્ધત વર્તન કરતાં PIને લેખિત ફરિયાદ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર એ ડિવિઝન મહિલા પીએસઓએ
  • વકીલને જેલમાં પૂરી દેવાની ધમકી પણ આપી

હિંમતનગર એ ડિવિઝન પોલીસે અરજી અનુસંધાને અટક કરેલ અસીલને લોકઅપમાં જોતા કેમ લાવ્યા છે પૂછતાની સાથે વકીલને મહિલા પીએસઓએ તોછડાઇ ભર્યુ વર્તન કરી મદદગારીમાં પૂરવાની ધમકી આપતાં વકીલે એ ડિવિઝન પીઆઇને પીએસઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપતાં ખળભળાટ મચી ગયો છે.

વકીલાતનો વ્યવસાય કરતા ધનંજયસિંહ ડી. ચંપાવત ગત તા.10-01-22 ના રોજ બપોરે એકાદ વાગ્યાના સુમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા હતા અને અટક કરેલ તેમના અસીલને લોકઅપમાં જોતાં દૂરથી શા માટે લાવ્યા છે પૂછતા પીએસઓ પન્નાબેને કેમ આવ્યો છે કહી તોછડાઇ ભર્યું વર્તન કરી બહાર નીકળ તેમ કહેતા ધનંજયસિંહે સરખી રીતે વાત કરવાનું કહેતા પન્નાબેન ઉશ્કેરાઇ ગયા હતા અને તને લોકઅપમાં મૂકી દઇશ કહી અપમાનિત કર્યા હોવા અંગે ધનંજયસિંહે એ ડિવિઝન પીઆઇને લેખિત ફરિયાદ આપતાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...