તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધૂરી કામગીરી:હિંમતનગરમાં ખાતમુહૂર્તના પોણા બે વર્ષ થવા છતાં હજુ નવીન કોર્ટ સંકુલનું કામ શરૂ થયું નથી

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા સેવાસદનની સામે 18 હજાર ચો.મી. જમીનમાં કોર્ટ સંકુલ બનાવવા જૂના બિલ્ડીંગો ઉતારી લેવાઇ છે. - Divya Bhaskar
જિલ્લા સેવાસદનની સામે 18 હજાર ચો.મી. જમીનમાં કોર્ટ સંકુલ બનાવવા જૂના બિલ્ડીંગો ઉતારી લેવાઇ છે.
  • રિવાઇઝ પ્લાન - એસ્ટીમેટની ફાઇલ મુખ્યમંત્રી કાર્યાલયમાં અટવાઇ, 12થી વધુ કોર્ટોને અન્યત્ર ખસેડાઇ

હિંમતનગરના જૂના કોર્ટ સંકુલની જર્જરિત બિલ્ડીંગોનુ બાંધકામ દૂર કરી નવું કોર્ટ સંકુલ બનાવવા ખાતમુહૂર્ત કર્યાને પોણા બે વર્ષથી વધુ સમય વિતી ગયો છે. છતાં નવા સંકુલનું કામ શરુ થયું નથી. મુખ્યમંત્રી કાર્યાલયમાં રિવાઇઝ પ્લાન એસ્ટીમેટની ફાઇલ પર ધૂળ ચઢવા માંડી છે. 12થી વધુ કોર્ટોને અન્યત્ર ખસેડાઇ છે. જે તમામ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

પોણા બે એક વર્ષ અગાઉ રૂ. 40 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર તથા અન્ય ત્રણ માળની વહીવટી મંજૂરી મળ્યા બાદ ખાતમુહૂર્ત કરાયું હતું અને ટેન્ડર ઇન્કવાયરી કરાયા બાદ પ્લાન રિવાઇઝ કરાયો હતો. જૂના પ્લાનમાં ઓફિસર્સ - એમ્પ્લોઇ પાર્કિંગ અને મુલાકાતીઓ માટેનુ પાર્કિંગ ન હોવાથી રિવાઇઝ પ્લાન બનાવાયો હતો અને બેઝમેન્ટ પાર્કિંગ તથા ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગનો ઉમેરો કરી વધુ 4 માળવાળો રિવાઇઝ પ્લાન બનાવાયો હતો. જેમાં પાલિકા દ્વારા એફએસઆઇ આધારે અભિપ્રાય અપાયો હતો અને નવેસરથી રૂ. 60 કરોડના ખર્ચની વહીવટી મંજૂરી માટે દરખાસ્ત બનાવી મોકલી અપાઇ છે. જે મુખ્યમંત્રીના કાર્યાલયમાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.

દરખાસ્તમાં એફએસઆઇનું ટેબલ જ ન હતું
હિંમતનગર પાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગના વિષ્ણુભાઇએ જણાવ્યં કે આર એન્ડ બી એ રજૂ કરેલ પ્લાન - દરખાસ્તમાં એફએસઆઇનુ ટેબલ ન હતું. જેની વિગતો પૂરી પડાતાં અભિપ્રાય આપી દીધો છે.

પાંચ માળની અપેક્ષા હતી, 4.5 માળનો અભિપ્રાય આપ્યો
આર એન્ડ બીના એન્જી. તુષાર પટેલે જણાવ્યું કે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર તથા તેની ઉપર ચાર માળનુ બાંધકામ કરવા પાલિકાનો અભિપ્રાય માંગ્યો હતો પરંતુ એફએસઆઇને ધ્યાને લઇ પાંચમા માળે 3400 ચો.મી. બાંધકામને બદલે 1700 ચો.મી. બાંધકામની મંજૂરી આપી છે. પાંચમાં માળની એફ.એસ.આઇ. ભરવાનું પણ નજર સમક્ષ રાખી દરખાસ્ત મોકલી આપી રૂ. 60 કરોડની વહીવટી મંજૂરીની રાહ જોવાઇ રહી છે.

આજે મંજૂરી મળે તો પણ સંકુલ બનતાં 4 વર્ષ નીકળી જશે
સૂત્રોના જણાવ્યાનુસાર વહીવટી મંજૂરી મળ્યા બાદ ટેન્ડર ઇન્કવાયરી, એજન્સી નિમણૂંક વગેરેમાં ચારેક માસનો સમય જોઇશે. ત્યારબાદ બાંધકામને અઢીથી ત્રણ વર્ષ, ફર્નિચર, કલર, પ્લમ્બિંગ વગેરેમાં પણ સમય નીકળશે. આ બધુ જોતાં આજે વહીવટી મંજૂરી મળે તો પણ નવીન સંકુલ બનીને વિવિધ કોર્ટો શરુ થતાં ચાર વર્ષ જેટલો સમય નીકળી જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...