તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવર્તન:મહિલાઓ ઇન્ફેક્શનનો ભોગ ન બને તે માટે ઘેર બેઠાં નિ:શુલ્ક પેડ અપાશે

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગરમાં અનાયન સેનેટરી પેડ બેન્કનો શુભારંભ

હિંમતનગરમાં 25 માર્ચથી પેડ બેંક શરૂ કરાઇ છે.જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ મહિલાઓ, યુવતીઓને ઘેરબેઠાં ફ્રી માં પેડ મળી રહેશે તે માટે અભિયાન હાથ ધરાયું છે. મૂળ ઇન્દોરના વતની અને હાલમાં વડોદરામાં તબીબની ફરજ બજાવતા ડો.પ્રિતી ગુપ્તાને મહિલાઓની સારવાર દરમ્યાન જાણવા મળ્યું કે મહિલાઓ માસિક ધર્મ દરમ્યાન જૂના કપડાના ટુકડા,રાખ,લાકડાનું ભૂશું, સુકા પાંદડા વગેરે વાપરતી હોય છે.જેના કારણે તેમને કેન્સર કે કોઇ મોટા ઇન્ફેકશનનો ભોગ બનવું પડે છે.તેથી તેમને આ પેડ બેંક શરુ કરવાનો વિચાર આવ્યો અને સાબરકાંઠાની ગ્રામીણ મહિલાઓ યુવતીઓ માટે હિંમતનગર લાયન્સ કલબ ઓફ હિંમતનગર ડિવાઇનના ઉપક્રમે પેડ બેંકની શરૂઆત ગુરુવારથી કરાઇ છે.

અભિયાન અંતર્ગત એક દીકરીને એક વર્ષ માટે દત્તક લેવાશે.માય ફ્રીડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પેડબેંક શરૂ કરાઇ છે. અભિયાન અંતર્ગત એક દીકરીને માસિક ધર્મના એક દિવસના એક લેખે એક ગણીને આખા વર્ષ માટે 60 સેનેટરી પેડ અપાશે. હિંમતનગરમાં 101 છાત્રાઓને આખુ વર્ષ ચાલે તેટલા મેડીકેટેડ ટાઇપ અનાયન ચીપ ધરાવતા સેનેટરી પેડ દાતા રતિલાલભાઇ પટેલ દ્વારા ડોનેટ કરાયા હતા. પ્રોજેકટ મેનેજર ચૈતન્ય ડી ઓઝા, લાયન્સ કલબ પ્રેસીડેન્ટ પ્રકાશ વૈદ્ય,વાઇસ પ્રેસીડેન્ટ મીતેષ શેઠ,ટ્રસ્ટી શૈલેષ શર્મા, રાજેશ રાવત ઉપસ્થિત રહ્યા હતા. }મુનીર મનસુરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો