તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Withdraw All Three Laws Related To Agriculture: Congress, Sabarkantha Congress Submits Application To Collector, Accuses Of Conspiracy To End Green Revolution

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:કૃષિ સંબંધિત ત્રણેય કાયદા પાછા ખેંચો: કોંગ્રેસ, સાબરકાંઠા કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું, હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યાનો આક્ષેપ

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોંગી કાર્યકરોએ માસ્ક તો પહેર્યા પણ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા, જિલ્લા સવા સદને કોંગી કાર્યકરો આવેદન આપવા એકત્ર થયા હતા તે દરમિયાન ડિસ્ટન્સિંગ ભૂલાયું હતું. - Divya Bhaskar
કોંગી કાર્યકરોએ માસ્ક તો પહેર્યા પણ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા, જિલ્લા સવા સદને કોંગી કાર્યકરો આવેદન આપવા એકત્ર થયા હતા તે દરમિયાન ડિસ્ટન્સિંગ ભૂલાયું હતું.

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા શુક્રવારે કૃષિબીલના વિરોધમાં સવારે 11 કલાકે જિલ્લા સવા સદન ખાતે સિમીત સંખ્યામાં એકત્ર થઇ કલેક્ટરને આવેદન આપ્યું હતું. પરંતુ ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને જિલ્લાના અન્ય કોંગી અગ્રણીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. પ્રદેશ કોંગ્રેસના આદેશ બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શુક્રવારે કૃષિબીલના વિરોધ માટે આવેદન પત્ર આપવાનુ આયોજન કર્યા બાદ સવારે 11 કલાકે પાંખી હાજરીમાં કાર્યકરો હાજર રહી રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપેલ આવેદનમાં કૃષિ સંબંધિત ત્રણેય કાયદા તાત્કાલિક પાછા ખેંચી રદ કરવા માંગ કરાઇ હતી.

ખેડૂતોની મહેનત અને પરિક્ષમને મૂઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરો મૂકી હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કરાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ મણીભાઈ ,જી.પં. પ્રમુખ રતનબેન સુતરિયા, યુસુફભાઇ બચ્ચા, મુકેશ પરમાર, ઇમરાનભાઇ, કુમારભાઇ ભાટ, જ્યોતિબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો ખેડબ્રહ્મા ધારાસભ્ય અને અન્ય કોંગી અગ્રણીઓની ગેરહાજરીને પગલે આંતરિક ખટરાગ બહાર આવવાની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ફોર્માલીટી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો