તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:SOPના અમલ સાથે આજથી ધો-12ના વર્ગો શરૂ, 50 ટકા વિદ્યાર્થીઓને એકાંતરે બોલાવવાની સૂચના

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરફેક્ટ હાઇસ્કૂલમાં વર્ગોખંડો સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. - Divya Bhaskar
પરફેક્ટ હાઇસ્કૂલમાં વર્ગોખંડો સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.
  • સા.કાં.માં 50 ટકા વિદ્યાર્થીઓના આગમનની અપેક્ષા સાથે શાળાઓ શરૂ કરાશે, તમામે ફેસ માસ્ક પહેરવાની તાકીદ
  • પરિપત્ર મોડો મળતા હજુ વાલીઓના સંમતીપત્ર મળ્યા નથી

પાંચ મહિના બાદ સાબરકાંઠા જિલ્લાના શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓનો કલરવ સાંભળવા મળશે. શાળાઓમાં ધો-12ના વર્ગો શરૂ કરવા રાજ્યના શિક્ષણ વિભાગે જાહેરાત કર્યા બાદ શાળા સંચાલકોને કોવિડ-19 ગાઇડલાઇન એસઓપીનો પરીપત્ર મોકલવામાં વિલંબ થતા વાલીઓના સંમતિપત્ર મેળવવામાં પણ વિલંબ થયો છે જો કે, શાળા સંચાલકો અને મેનેજમેન્ટે શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવા તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.પરંતુ મોટાભાગે ઓફલાઇન શૈક્ષણિક કાર્ય સોમવારથી શરૂ થશે.

15 જુલાઇ ગુરૂવારથી ધો-12 ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ રહ્યુ છે તા.14 જુલાઇના રોજ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તા.15/07/21 થી ધો-12 માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા ગાઇડલાઇન જારી કરી જણાવ્યુ છે કે ઓફલાઇન શિક્ષણ મરજીયાત રહેશે જે વિદ્યાર્થીઓ શાળામાં ન આવે તે વિદ્યાર્થીઓ માટે અગાઉની જેમ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનુ રહેશે તથા વર્ગખંડોમાં 50 ટકાની મર્યાદામાં એકાંતર દિવસે વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ માટે બોલાવવાના રહેશે તથા શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફે ફેસ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે અને શાળા સંકુલમાં હેન્ડવોશ, સેનેટાઇઝેશન પોઇન્ટ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે.

વિદ્યાર્થીઓને સંમતિપત્ર મોકલી આપ્યા છે
ગઇકાલે પરિપત્ર મળ્યો છે વાલીઓની સંમતિ માટે વિદ્યાર્થીઓને સંમતિપત્ર મોકલી આપ્યા છે હજુ સુધી કોઇ વિદ્યાર્થી સંમતિ પત્ર લઇ આવ્યો નથી. જે વિદ્યાર્થીઓના વાલીઓ સંમતિ નહી આપે તેમનુ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. - બી.એલ.પટેલ (ગ્રોમોર હાઇસ્કૂલ)

વર્ગખંડની ક્ષમતાના અડધા વિદ્યાર્થી બોલવાશે
"વર્ગોને સેનેટાઇઝ કરાયા છે વાલીઓની સંમતિ માટે વિદ્યાર્થીઓને જાણ કરી દેવાઇ છે સંમતિ લઇને આવનાર વિદ્યાર્થીઓ પૈકી વર્ગખંડની ક્ષમતાના અડધા વિદ્યાર્થી બોલવવામાં આવશે. - ડી.એલ. પટેલ (વિદ્યાનગરી સંકુલ)

માસ્ક તથા સેનેટાઇઝરની વ્યવસ્થા રખાઇ
વર્ગોખંડો સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. માસ્ક તથા સેનેટાઇઝરની વ્યવસ્થા રખાઇ છે. વાલીઓની સંમતિ માટેની પ્રોસેસ સાંજ સુધીમાં પૂરી થઇ જશે. અગાઉ પણ આવી રીતે શિક્ષણકાર્ય શરૂ કર્યુ હતુ જેથી કોઇ સમસ્યા નહી આવે પરંતુ વાહનમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી થયા બાદ જ ટ્રાન્સપોર્ટેશન માટે નિર્ણય લેવાશે. મોટાભાગે સોમવારથી રાબેતા મુજબ ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ શકશે હાલ ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવાના છીએ. - હિતેશભાઇ પટેલ આચાર્ય અને સંચાલક (પરફેક્ટ હાઇસ્કૂલ)

એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસાડવાનુ આયોજન
વાલીઓની સંમતિ માટે સંમતિપત્ર મોકલ્યા છે જે વિદ્યાર્થી સંમતિ લઇને આવશે તેને બેસાડાશે તેમજ ઓનલાઇન શિક્ષણ ચાલુ છે. વાલીઓની સંમતિ આપેલ છાત્રોની સંખ્યાને આધારે એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસાડવાનંુ આયોજન કરાયુ છે.- કિરણભાઇ પટેલ આચાર્ય, કે.એમ.પટેલ હાઇ. ઇડર)

અન્ય સમાચારો પણ છે...