તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • With The Demand For Flowers At Festivals, Prices Have Gone Up By 50 Per Cent, With Flowers Expected To Be 20 To 94 Per Cent More Expensive By The Fifth.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવકમા વધારો:તહેવારોમાં ફૂલની માંગ સાથે ભાવમાં 50 ટકાનો વધારો થયો, લાભપાંચમ સુધી ફૂલ 20 થી 94 ટકા સુધી મોંઘા બનશેનું અનુમાન

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં 10 દિવસ અગાઉ કરતાં હાલમાં ફૂલના ભાવમાં 50 ટકા સુધીનો વધારો આવ્યો છે. દિવાળી અને લાભપાંચમ સુધીના તહેવારોમાં આ જ ફૂલ 20 થી 94 ટકા સુધી મોંઘા બનશે તેવું ફૂલના વેપારીઓનું અનુમાન છે. ધનતેરસથી લાભપાંચમ સુધી મુહૂર્ત પૂજનમાં ફૂલોની માંગ સૌથી વધુ હોય છે. એમાં પણ ગલગોટા અને ગુલાબના ફૂલની માંગ વિશેષ હોય છે. હિંમતનગર શહેર સહિત જિલ્લામાં 10 દિવસ પહેલાં એક કિલો ગલગોટા રૂ.100, જ્યારે ગુલાબ રૂ.150ના ભાવે મળી રહ્યા હતા.

પરંતુ દિવાળીના તહેવારોને લઇ બંને ફૂલના ભાવમાં 50 ટકા સુધીનો વધારો થયો હોય તેમ ગલગોટા રૂ.150 અને ગુલાબ રૂ.180ના ભાવે વેચાયા હતા. ફૂલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું કે, ધનતેરસથી ફૂલની માંગ વધી છે. આ માંગ લાભપાંચમ સુધી રહેશે. જેને લઇ કિલો ગલગોટાનો ભાવ રૂ.180 અને ગુલાબનો ભાવ રૂ.350 સુધી પહોંચી જશે. એટલે કે, ગલગોટાના ફૂલ વધુ 20 ટકા અને ગુલાબના ફૂલ 80થી 90 ટકા મોંઘા થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો