તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • With The Cancellation Of Std 12 Examination, 20% Seats Will Have To Be Increased In Every College In North Gujarat Due To Lack Of 25% Teaching Staff.

પરિણામ બાદ પ્રવેશની વધુ ચિંતા:ધોરણ-12ની પરીક્ષા રદ થતાં ઉત્તર ગુજરાતમાં 25% ટિચિંગ સ્ટાફના અભાવ વચ્ચે દરેક કોલેજોમાં 20%બેઠકો વધારવી પડશે

હિંમતનગર, મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારના ધો.12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયથી છાત્રો અને વાલીઓને પરિણામ બાદ પ્રવેશની વધુ ચિંતા
  • ઉ.ગુ.માં 99000 છાત્રો પાસ થશે
  • સેલ્ફ ફાયનાન્સ કોલેજોને સૌથી વધુ ફાયદો મળશે : શિક્ષણવિદો, વધુમાં વધુ છાત્રોને પ્રવેશ મળે તેવા પ્રયાસો કરીશું : કુલપતિ

રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઇ છે, ત્યારે જો તમામ છાત્રોને પાસ કરવામાં આવશે તો કોલેજો માટે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફ અને પ્રવેશનો રહેશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હાલમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 25 ટકા ટિચિંગ અને 50 ટકા નોન ટિચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી છે. કોલેજો પાસે ઇન્ફાસ્ટ્રકચરનો પણ અભાવ છે. આ સ્થિતિમાં સૌથી વધુ ફાયદો સેલ્ફ ફાયનાન્સ કોલેજોને મળશે. જ્યારે પ્રવેશની દ્રષ્ટીએ જોઇએ તો ઉ.ગુ.ના પાંચે જિલ્લામાં ધો.12માં સામાન્ય પ્રવાહના 81,350 અને વિજ્ઞાન પ્રવાહના 17,567 મળી કુલ 98,917 વિદ્યાર્થીઓ હતા.

જ્યારે ઉ.ગુ. યુનિવર્સિટી સંલગ્ન 171 કોલેજોમાં કુલ 62,690 બેઠકો જ છે. દર વર્ષે અંદાજે 80 ટકા છાત્રો પાસ થાય છે. આ વર્ષે 100 ટકા પાસ જાહેર થશે તો દરેક કોલેજોમાં 20 ટકા બેઠકો વધારવી પડશે તેમ શિક્ષણવિદો જણાવી રહ્યા છે.

સીબીએસસી બોર્ડનું અનુકરણ કરી રહેલ રાજ્યના શિક્ષણ વિભાગે મંગળવારે સીબીએસસી બોર્ડે ધો -12 ની પરીક્ષાઓ રદ કર્યાની જાહેરાત કરતાંની સાથે જ બુધવારે રાજ્ય સરકારે પણ બોર્ડની પરીક્ષાઓ રદ કર્યાની જાહેરાત કરતાંની સાથે જ વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્યો અને શાળા સંચાલકો હતપ્રભ થઇ ગયા છે અને સરકારે આનન ફાનનમાં નિર્ણય લઇ પરીક્ષાનું કોઇ મહત્વ જ ન હોય તેવું જાહેર કર્યાનો સૂર વ્યક્ત થઈ રહ્યો છે.

ધો - 12 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત થતાંની સાથે અનેક સવાલ ખડા થઈ ગયા છે. પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યાના એક જ દિવસમાં રાજ્યના શિક્ષણ વિભાગે ફેરવી તોળતા શિક્ષણ આલમ હતપ્રભ થઈ ગયો છે. બાળપણથી જે વિદ્યાર્થીઓને પરીક્ષા ના માધ્યમથી મૂલ્યાંકન કરવાની ટેવ પાડવામાં આવી છે આંધળું અનુકરણ કરી પરીક્ષાનું મહત્વ જ ન હોય તેમ પરીક્ષાઓ રદ કરાતાં બાળકોની કારકિર્દી માનસિકતા વગેરે પર પણ ખરાબ અસર થશે તેવો સૂર વ્યકત થઇ રહ્યો છે વિદ્યાર્થીને તેની મહેનત મુજબ નું પરિણામ મળ્યું છે તેવી ભાવના પેદા થવી જરૂરી છે સરકારે ઉતાવળિયો નિર્ણય લઇ બધા વિદ્યાર્થીઓને એક જ કેટેગરીમાં મૂકી દીધા હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે.

પરીક્ષા રદ કર્યા ના સમાચાર સાંભળીને દુઃખ પણ થયું કારણકે એસએસસીની પરીક્ષા પછી સમજી વિચારીને જે ક્ષેત્ર પસંદ કર્યા અનેરાત દિવસ મહેનત કર્યાનું સરસ્વતી વિદ્યાલય મોડાસાની ધો. 12ની છાત્રા શ્રુતિ પટેલે કહ્યું હતું.

ધો.12ના છાત્રોની સંખ્યા

જિલ્લોસા.પ્રવાહવિ.પ્રવાહ કુલ
મહેસાણા13,139467517,814
પાટણ11,771245614227
બનાસકાંઠા30,924480035724
સાબરકાંઠા13,516343616952
અરવલ્લી12,000220014,200
કુલ813501756798917

ઉ.ગુ.યુનિવર્સિટી સંલગ્ન 171 કોલેજોમાં બેઠકસંખ્યા
​​​​​​​

ફેકલ્ટીકોલેજોબેઠકો
આર્ટસ9337,400
કોમર્સ2015,200
સાયન્સ5810,000
કુલ17162,600

(સાયન્સમાં મેડિકલ/પેરા મેડિકલ, નર્સિંગ)

​​​​​​​

શિક્ષણમાં અખતરા ન થવા જોઈએ : વાલી
શિક્ષણમાં અખતરાઓ માટે અવકાશ ન હોવો જોઈએ આ નિર્ણયથી બાળકોની તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્યું છે અને તેમનો મોરલ ડાઉન થશે વધારામાં. ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગની ખાલી સીટો ભરી દેવા નો ખેલ હોય તેવું જણાય છે પરીક્ષાનું મહત્વ જ ન હોય તો બાળપણથી પરીક્ષાની ટેવ શું કામ પાડી છે ? હોશિયાર અને ઠોઠ તમામને એક કેટેગરીમાં મૂકી દીધા આ નિર્ણયથી મળનાર દૂરોગામી પરિણામો અંધકારમય ભાવિનું સૂચન કરી રહ્યા છેે > શૈલેષભાઇ પરમાર, વાલી

વૈકલ્પિક વ્યવસ્થા કરી પરીક્ષા લેવી જોઈએ
બાળકો લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા. આમાં શાળા પરિવાર પણ સામેલ હોય છે બાળકની યોગ્યતા મૂલ્યાંકન કરવાનું માધ્યમ પરીક્ષા છે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને પણ પરીક્ષા તો લેવી જ જોઇએ મહેનત કરીને તૈયારીઓ કરનાર બાળકો નાસીપાસ થઇ જવાની સંભાવના છે જેઈઈમાં 75 ટકા અને નીટમાં 50 ટકા એલિજિબિલીટી નક્કી કરાઇ છેે > હિતેશભાઈ પટેલ, આચાર્ય, પરફેક્ટ હાઇસ્કૂલ

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અસર થશે
પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયથી મોટા ભાગે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ને અસર થશે અમે દોઢ વર્ષથી તૈયારીઓ કરી હતા. પરીક્ષાઓ રદ થતાં યોગ્યતા કેવી રીતે નક્કી થશે વધારે તૈયારી કરનાર અને તેજસ્વી વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થશે > કાજુ પટેલ, ધો - 12 વિ.પ્ર. ,

નિર્ણયને અમે આવકારીએ છીએ: વિદ્યાર્થી
મહામારી વચ્ચે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે તે નિર્ણયને અમે આવકારીએ છીએ. નિર્ણયના કારણે અમારું સ્વાસ્થ્ય જોખમાશે નહીં. પરંતુ 14 મહિનાથી અમારા જેવા હોંશિયાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી હોય ત્યારે આ નિર્ણયના કારણે અમારા ટકાવારીની અંદર ફેરફાર થવો જોઈએ નહીં. > દેવ હિતેશભાઈ ભાટીયા, ધો.12 કોમર્સ, વિદ્યાર્થી સર્વોદય સ્કૂલ

કોલેજો માટે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફ અને સુવિધાનો
ઉ.ગુ. કોલેજ આચાર્ય મંડળના પ્રમુખ ડૉ.લલિત પટેલે જણાવ્યું કે, ધો.12ના તમામ છાત્રોને પાસ કરાય તો દરેક કોલેજોએ 20 ટકા બેઠકો યુનિવર્સિટી પાસે વધુ માંગવી પડશે. જ્યારે કોલેજો માટે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફનો થશે. હાલમાં ગર્વમેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજોમાં 25 ટકા ટિચિંગ અને 50 ટકા નોન ટિચિંગ સ્ટાફ જ ખાલી છે. પૂરતું ઇન્ફાસ્ટ્રકચર પણ નથી. આ સ્થિતિમાં સૌથી વધુ ફાયદો સેલ્ફ ફાયનાન્સ કોલેજોને મળશે.

બેઠકો અને પ્રવેશ અંગેના નિયમો માટે બેઠક કરીશું
કુલપતિ એ જણાવ્યું કે, આગામી 9 જૂને એકેડમિક કાઉન્સિલની બેઠક મળનાર છે. તેમાં કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતેના નિયમો તેમજ બેઠકો બાબતે ચર્ચા કરી કોલેજો પાસેથી મેળવેલા સૂચનો આધારે ઇસી બેઠકમાં વધુમાં વધુ છાત્રોને પ્રવેશ આપી શકાય અને કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય તે રીતે નિર્ણય લઈશું. - ડૉ.જે.જે.વોરા, કુલપતિ ઉ.ગુ. યુનિવર્સિટી

પરીક્ષા કરતાં વિદ્યાર્થીઓનું આયુષ્ય મહત્વનું
બાળકોના આયુષ કરતાં ધો. 12ની પરીક્ષા મહત્વની નથી. સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઇને કરાયો છે. તે શિરોમાન્ય છે. હોંશિયાર અને મહેનતુ વિદ્યાર્થીઓને આગળ જતાં કોઈ મુશ્કેલી નડવાની નથી. > ડો. આર. સી. મહેતા, પ્રિન્સિપાલ સર્વોદય સ્કૂલ, મોડાસા

અન્ય સમાચારો પણ છે...