ફરિયાદ:તું હપ્તા કેમ ભરતો નથી કહી જાતિ વિષયક અપશબ્દો બોલી મારમાર્યો

હિંમતનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના ધાણધામાં 7 વિરુદ્ધ એટ્રોસીટી અંતર્ગત ફરિયાદ
  • ટ્રેક્ટર પર ચઢી જઇ શખ્સને માથાના પાછળના ભાગે ફેંટ મારી

હિંમતનગરના ધાણધામાં બે દિવસ અગાઉ સવારે ટ્રેક્ટર લઈને જઈ રહેલ શખ્સને ઉભો રાખી ટ્રેક્ટરનો હપ્તો કેમ ભરતો નથી કહી જાતિ વિષયક અપશબ્દો બોલી માર મારવાના મામલે સાત શખ્સો વિરુદ્ધ ભોગ બનનારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના હાપાના નરેશભાઈ ધુળાભાઈ ચમાર તા. 11-02-22ના રોજ સવારે તેમનું ટ્રેક્ટર લઈને સિમેન્ટ ખાલી કરવા માટે ગોડાઉન ઉપર જવા નીકળ્યા હતા. તે દરમિયાન ધાણધા ફાટક નજીક ઉભા રહેલ ત્રણ શખ્સોએ ટ્રેક્ટર ઉભી રાખવા ઈશારો કરતાં નરેશભાઈએ ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું તે દરમિયાન એક ફોર વીલર ગાડીમાં ચાર માણસો આવી પહોંચ્યા હતા તે પૈકી એક જણાએ હું ગંભીરસિંહ રણજીતસિંહ ઝાલા છું અમે જય માતાજી ફાઈનાન્સમાંથી આવ્યા છીએ તું ટ્રેક્ટરનો હપ્તો કેમ ભરતો નથી એમ કહી નીચે ઉતરવા કહેવા દરમિયાન અન્ય એક શખ્સે જાતિવિષયક અપશબ્દો બોલી ટ્રેક્ટર ઉપર ચઢી જઇ માથાના પાછળના ભાગે ફેંટ મારતા નરેશભાઈ નું માથું સ્ટીયરીંગ સાથે અથડાતા લોહી નીકળવા લાગ્યું હતું અને તેમને ખેંચીને નીચે ઉતારી અન્ય શખ્સો પણ મારવા લાગ્યા હતા. બી ડિવિઝન પોલીસમાં 7 સામે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...