તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોશીનાના પાડાપાટમાં મારી પાસે કેમ ખેતર ન ખેડાવ્યું કહી મારામારી

હિંમતનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છૂટા પથ્થરો મારતાં માથામાં ઇજા, બે વિરુદ્ધ સામસામે ફરિયાદ

પોશીનાના પાડાપાટ ગામમાં ગુરુવારે સાંજે ખેતરમાં કામ કરી રહેલ શખ્સને તે મારી પાસે ખેતર કેમ ન ખેડાવ્યું કહી ઝઘડો કરી છૂટા પથ્થરો મારી માથામાં ઇજા કરી અન્ય બે જણાને પણ માર મારવાના મામલે સામસામે ફરિયાદ થતાં પોલીસે બે જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રવીણભાઈ લખાભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે તા.03-06-21ના રોજ સાંજે પાંચેક વાગ્યે તેમની પત્ની કોકિલાબેન અને દીકરો સાજન ખેતરમાં ખેડાણ કરાવી હાજર હતા. તે દરમિયાન બાજુના ખેતરમાં ખેડાણ કરવા આવેલ પોપટભાઈ લાલુભાઈ ડાભી તેમની પાસે આવ્યા હતા અને તમારું ખેતર મારી પાસે કેમ ન ખેડાવ્યું કહી ઝઘડો કરી ખેંચતાણ કરી માર મારતાં કોકિલાબેન અને સાજન દોડી આવ્યા હતા઼ પોપટભાઈ એ તેમને પણ મારવા સહિત છૂટાપથ્થરો મારતાં પ્રવિણભાઈને માથામાં પથ્થર વાગ્યો હતો.

આની વિરુદ્ધ પોપટભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે બાજુના ખેતરમાં ખેડાણ કરવા દરમિયાન પ્રવિણભાઈ લખાભાઇ ડાભી બૂમો પાડતા હોઈ ટ્રેક્ટર ઉભું રાખતા મારા ખેતરની પાડી કેમ ખેડી નાખી કહી અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતા અને છૂટા પથ્થરો મારતાં પોપટભાઈની છાતીમાં અને હોઠ ઉપર વાગતાં ઘાયલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...