તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:તમે અમારી જમીનમાં ઘર કેમ બાંધ્યુ છે કહી છૂટા પથ્થરો માર્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોશીનાના લાખીયામાં 4 વિરુદ્ધ સામસામે ફરિયાદ

પોશીનાના લાખીયામાં પાંચેક દિવસ અગાઉ બે શખ્સોએ રાત્રે નવેક વાગ્યે ઘર આગળ આવી અમારી જમીનમાં ઘર કેમ બાંધ્યુ છે કહી સામ સામે છૂટા પથ્થરો મારતાં પોશીના પોલીસે ચાર વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધી છે.

લાખીયાના કાંતિભાઈ ધર્માભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે તા. 20-08-21 ના રોજ રાત્રે નવેક વાગ્યે ગોપીભાઈ જોનાભાઈ ડાભી અને મોહનભાઈ જોનાભાઈ ડાભી ઘર આગળ આવી તમે અમારી જમીનમાં ઘર કેમ બાંધ્યુ છે કહી ગોપીભાઈએ છૂટા પથ્થરો મારતા કાંતિભાઈની પત્ની બધીબેનના કપાળમાં વાગતા બૂમાબૂમ દોડી આવેલ કાકાના દીકરા નરેશભાઈ બધાભાઈ ડાભીને ઈજાઓ પહોંચાડી હતી.

આ ફરિયાદની વિરુદ્ધમાં ગોપીભાઈ જોનાભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી તેમના ભાઈ મોહનભાઈ જોનાભાઈ ડાભી સાથે કાંતિભાઈ ધર્માભાઇ ડાભીના ઘર નજીકથી તેમના ઘેર જતા હતા તે દરમિયાન કાંતિભાઈએ અમારા ઘર જોડે થી કેમ નીકળો છો કહી છૂટા પથ્થરો મારવા માંડતા મોહનભાઈને ઈજા થઈ હતી. હોમથાભાઈ ધર્માભાઈ ડાભી પણ દોડી આવ્યા હતા અને પથ્થરોમાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...