તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:‘રસ્તા વચ્ચે કેમ ઉભા છો’ કહી મહિલાને ચોટલો પકડી પાડી દીધી, ટ્રેક્ટર ચઢાવી દેવાની ધમકી

હિંમતનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇડર તાલુકાના મેસણમાં 4 દિવસ અગાઉનો બનાવ, ત્રણ સામે ફરિયાદ

ઇડરના મેસણમાં ચારેક દિવસ અગાઉ ફેરીઓ લારી લઈને ઘર આગળ આવતા ગરમ કપડાં જોવા ગયેલી મહિલાને રસ્તા વચ્ચે કેમ ઉભા છો કહી મહિલાનો ચોટલો પકડી ફંગોળી દઈને નીચે પાડી દઈ મારતાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

મેસણના કલ્પનાબેન જયંતીભાઈ નાયી સવારે 11 વાગ્યે ગરમ કપડાં લઈ ફેરીઓ લારી લઈને આવતા ઘર આગળ ઉભા રહી ગરમ કપડાં જોતા હતા ત્યારે રઘજીભાઈ ભીખાભાઇ પટેલ ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને અહીંથી દૂર જાવ નહીં તો તમારા ઉપર ટ્રેક્ટર ચઢાવી દઈશ કહેતા કલ્પનાબેને આ જગ્યા અમારા ઘર આગળની છે કહેતા રઘજીભાઈ ઉશ્કેરાઇ ગયા હતા. દરમિયાનમાં તેમના પત્ની ભાવનાબેન અને તેમની માતા કંકુબેન પણ આવી ગયા હતા અને બંનેએ કલ્પનાબેનને પકડી રાખ્યા હતા તથા રઘજીભાઈ ગડદાપાટુનો મારવા લાગ્યા હતા અને ચોટલો પકડી ફંગોળી દેતા ત્રણ સામે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો