તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીમાં લગ્ન:લગ્નમાં કોને બોલાવવા કોને ટાળવા? યજમાનો મૂંઝવણમાં

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં સંખ્યા 200 લોકોની જગ્યાએ 100 ની સંખ્યા કરાતાં મૂંઝવણ વધી

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે લગ્ન સમારંભોમાં 200 વ્યક્તિઓને બોલાવવાની આપેલ છુટ ઉપર કાપ મૂકી 100 કરતાં પ્રસંગ લઈને બેઠેલા પરિવારોની હાલત કફોડી બની છે. નવી ગાઇડલાઇનને પગલે જેને આમંત્રણ અપાઇ ગયા છે તેમાંથી કોને ના પાડવી તેની સમસ્યા સર્જાઈ છે. રાજ્ય સરકારે 200 વ્યક્તિઓની મંજૂરી આપતા 235 અરજદારોએ લગ્નની મંજૂરી માટે અરજી કરી હતી. આ તમામ અરજીને એસ.ઓ.પી પ્રમાણે લગ્ન યોજવા મંજૂરી અપાઈ છે. પરંતુ સોમવારે સરકારે આ આદેશને ફેરવી તોળી સંખ્યા 100 ની કરતાં અનેક પરિવારો માટે સમસ્યા સર્જાઈ છે.

જાનમાં કોને લઇ જવા કોને ટાળવા પસંદગી મુશ્કેલ
વિજયનગરના રામજીભાઈ પંચાલ ના જણાવ્યા અનુસાર આજે મારા ભાણેજ રવિકુમાર પંચાલના લગ્ન છે. જેમાં ગાઇડલાઇન મુજબ 200 વ્યક્તિઓને નિમંત્રણ આપ્યું હતું. જાનમાં લઇ જવા વાહનોના એડવાન્સ બુકીંગ પેટે બાનું પણ આપ્યું હતું. રસોઈ પણ 200 લોકોને ધ્યાનમાં રાખીને બનાવાઇ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના વધતા જતા કોરોના સંક્રમણ મામલે કરાયેલ આદેશ બાદ લગ્નમાં 100 લોકોને હાજર રાખવાના આદેશ બાદ અમારી હાલત કફોડી બની છે. જેમાં મીઠાઈ તથા ફરસાણ ની આઈટમ અગાઉ થી જ બની જતાં તેમાં અને વાહનો બુકીંગ કરવામાં તેમજ જાનમાં માંડ 100 વ્યક્તિઓની જગ્યાએ માંડ 50 વ્યક્તિ લઈ જવાના આદેશ બાદ જાનમાં કોને લઇ જવા કોને ટાળવા તેની પસંદગી કરવી મુશ્કેલ ભરી બની છે.

સૌથી વધુ નુકસાન કેટરીંગ અને મંડપ વ્યવસાયને
મંડપ એસો.ના પ્રમુખ અશોકભાઇ સથવારાએ જણાવ્યું કે ત્રીજા ભાગના ઓર્ડર મળી રહ્યા છે કોરોના ને કારણે સૌથી વધુ નુકસાન કેટરીંગ અને મંડપ વ્યવસાયને થઈ રહ્યું છે. પ્રસંગ લેનાર અને અમે બંનેને એકબીજાનો ડર રહે છે કોરોના ટેસ્ટિંગ સારો વિકલ્પ છેે.

કોને ના પાડવી એ સમસ્યા સર્જાઇ
હિંમતનગરના પ્રકાશભાઈ પટેલે જણાવ્યું કે 200 ની મંજૂરી મળ્યા બાદ તે પ્રમાણે યાદી બનાવી કંકોત્રીઓ લખી આમંત્રણ આપી દીધા છે હવે 100થી વધુ સંખ્યા ન રાખવાનો આદેશ થતા કોને ના પાડવી તેની સમસ્યા સર્જાઈ છે. વરઘોડો નહીં મ્યુઝિક પ્રોગ્રામ નહીં બધા પર પ્રતિબંધ અને હવે સંખ્યા પર પણ કાપ મૂકી દેવાયો છે મહામારીમાં સાવચેતી રાખવી જરૂરી છે પરંતુ લગ્ન જેવો માહોલ હોય અને પ્રતિબંધો સાથે પ્રસંગ યોજાય તે યોગ્ય જણાતું નથી પરંતુ શું થાય સાદગીથી કરીશું પારિવારિક સામાજિક સંબંધો ખરાબ થાય તેવી સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે.

જમણવારમાં કાપ આવતાં સંખ્યા ઘણી ઓછી થઇ જતાં માણસો પણ છૂટા કરાયા
નિતુ કેટરર્સના જગદીશભાઈએ જણાવ્યું કે જમણવારમાં કાપ આવી ગયો છે સંખ્યા ઘણી ઓછી થઈ જતા માણસો પણ છૂટા કરી દેવા પડ્યા છે તેમને પણ રોજગારીનો પ્રશ્ન સતાવી રહ્યો છે વિકટ સ્થિતિ પેદા થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser