તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:કાર્ડમાં રિચાર્જ ન થતાં ફોન પેના કસ્ટમર કેરમાં ફોન લગાવતાં 26 હજાર ઉપડી ગયા

હિંમતનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક અઠવાડિયા અગાઉના ઇડરના બનાવમાં ફરિયાદ નોંધાઇ

એક સપ્તાહ અગાઉ ઇડરમાં ફોન પે એકાઉન્ટમાંથી મોબાઇલ રિચાર્જ કરતાં રિચાર્જ થયેલ ન હોઇ ગુગલ સર્ચ એન્જિન પરથી ફોન પે કસ્ટમરકેરનો નંબર મેળવી વાત કરવા દરમિયાન યુપીઆઇ નંબર મેળવી ઓનલાઈન રૂ.26874 ઉપાડી લેતાં ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ઇડરની સ્વપ્નદીપ સોસા.માં રહેતા યોગેશ કાનજીભાઇ રાઠોડે તા.04-02-21ના રોજ ફોન પે એપ થી રૂ.149 નું મોબાઈલનું રિચાર્જ કરતા રિચાર્જ ન થવાથી ગુગલ સર્ચ એન્જિન પર થી ફોન પે કસ્ટમરકેર સર્વિસનો નંબર મેળવી ફોન કરતા સામેથી બોલતા વ્યક્તિએ શ્યામલાલ તરીકે ઓળખ આપી ફોન પે ખોલવાનું કહી રિફંડ બટન પર ક્લીક કરવાનું કહેલ અને ત્યારબાદ યુપીઆઈ નંબર નાખવાનું કહેતાં નંબર નાખ્યો હતો અને રૂ.149 રીફંડ ન થતા શંકા જતા ફોન કટ કરી દીધો હતો પરંતુ થોડી વારમાં જ રૂ.2011 અને રૂ.24863 ડેબીટ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો