વિકાસ કાર્યો:સાબરકાંઠાની 2 નગરપાલિકામાં પાણી પુરવઠાના કામોના રૂ. 15.46 કરોડ મંજૂર

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડબ્રહ્મા અને ઇડર નગરપાલિકા વિસ્તારમાં પ્રેશરથી પાણી મળશે

મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેર વિકાસ યોજના અંતર્ગત ઇડર અને ખેડબ્રહ્મા નગરજનોની આગામી દોઢ દાયકાની જરૂરિયાતને ધ્યાને લઇ મુખ્યમંત્રીએ પાણીપુરવઠાના કુલ રૂ.15.46 કરોડની વિવિધ કામો માટે મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી એસજેએસવાય યોજના અંતર્ગત પાણીપુરવઠા યોજનાઓનુ નિર્માણ હાથ ધરવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. ખેડબ્રહ્મા અને ઇડર પાલિકા વિસ્તારમાં પર્યાપ્ત પ્રેશરથી નગરજનોને પાણી મળી રહે તે માટેના આયોજનમાં મુખ્યત્વે વોટર કલેક્ટીંગ ચેમ્બર, ગ્રેવીટી મેઇન, રાઇઝીંગ મેઇન, ભૂગર્ભ સંપ, પંપ હાઉસ અને વિતરણ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. તેના માટે વિવિધ વિસ્તારોમાં ઓવર હેડ ટેન્ક, પાઇપ લાઇન, ક્લોરીનેશન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મરામત પણ હાથ ધરવી જરૂરી છે આ બધી બાબતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇડર પાલિકા વિસ્તારમાં રૂ.6.38 કરોડ અને ખેડબ્રહ્મા પાલિકા વિસ્તારમાં 9.08 કરોડ મળી કુલ રૂ.15.46 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ કામોને એક વર્ષમાં વહીવટી અને તાંત્રિક મંજૂરી લઇને પૂરા કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...