કાર્યાવાહી:ગુજરાતમાં રાડ પડાવનાર ગરબાડાની ચડ્ડીગેંગના 3 ઝબ્બે, મુખ્ય સૂત્રધાર વોન્ટેડ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરોના ફેક્ટરીના CCTV - Divya Bhaskar
એરોના ફેક્ટરીના CCTV
  • 9 જિલ્લામાં 35 ચોરી, લૂંટની કબૂલાત, 45 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડનો મોજશોખ પાછળ ધૂમાડો કર્યો
  • માત્ર ચડ્ડી પહેરે છે, કમરના ભાગે પોટલી રાખે છે, વિરોધ કરો તો પથ્થરો મારે છે

મહામારી વચ્ચે પ્રાંતિજ પોલીસે ફેક્ટરીમાં ચોરી દરમિયાન સીસીટીવી ફૂટેજમાં ઝડપાઇ ગયેલા ચડ્ડીધારી ચોર ગેંગના શખ્સોના સ્પષ્ટ ચહેરા જોવા મળતાં ફેસ ડિટેક્શન અને હ્યુમન સોર્સીસના ઉપયોગથી ત્રણ શકમંદોને ઝડપી લઈ પૂછપરછ કરતાં સમગ્ર રાજ્યમાં ચોરી - લૂંટને અંજામ આપ્યાની કબૂલાત કરતાં 9 જિલ્લામાં નોંધાયેલા 35 ગુનાનો ભેદ ખૂલ્યો હતો. જો કે, મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ છે. અંદાજે રૂ.45 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ મોજશોખ પાછળ વાપરી કાઢ્યાનુ ચડ્ડી ગેંગના સાગરીતોએ જણાવ્યું હતું. શુક્રવારે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 3 દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા હતા. તાજેતરમાં પ્રાંતિજ તાલુકામાં આવેલ એરોના ફેક્ટરીમાં રૂ.6.8 લાખ રોકડની ચોરી થતાં ખળભળાટ મચી ગયો હતો. સાથે સાથે ચડ્ડીધારી ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા અને તેમની ઇમેજ ચહેરા સ્પષ્ટ જોવા મળતાં તથા ચોરીની ઓપરેન્ડીનો અભ્યાસ કરી પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા હતા. દરમિયાનમાં પ્રાંતિજ પીઆઈ પ્રહલાદસિંહ વાઘેલાને બાતમી મળી હતી કે આ ચડ્ડી ગેંગ દાહોદના ગરબાડા તાલુકાના સરસોડા ગામની છે અને તે પૈકીના ત્રણેક શખ્સો ગઢોડા ખાતેના એન.જી. પ્લાન્ટમાં રહી રોડનું કામ કરે છે.

બાતમીને પગલે ગઢોડા એન.જી. પ્લાન્ટમાં જઈ તપાસ કરતાં ત્રણેય શખ્સો વિજયકુમાર શકરાભાઈ બારીયા, મુમેશભાઈ રાયસીંગભાઈ બારીયા અને મુકેશભાઈ દીપાભાઇ પલાસ (ત્રણેય રહે. સરસોડા તા. ગરબાડા, જિ. દાહોદ) મળી આવ્યા હતા અને ફૂટેજ સાથે ચહેરા પણ મળી આવતાં હોઇ અટક કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ભાંગી પડ્યા હતા અને અન્ય સાગરીતો સાથે મળી સમગ્ર રાજ્યમાં 35 જેટલા ચોરીના લૂંટના ગુના આચર્યાની કબૂલાત કરી હતી. પ્રાંતજ પોલીસે 3 મોબાઈલ અને રૂ. 50,000 રોકડની રિકવરી કરી હતી.

પકડાયેલા આરોપી
1. વિજયકુમાર શકરાભાઈ બારીયા
2.મુમેશભાઈ રાયસીંગભાઈ બારીયા
3. મુકેશભાઈ દિપાભાઇ પલાસ (તમામ રહે. સરસોડા, તા. ગરબાડા જિ. દાહોદ)

ગેંગ લીડર સહિત હજુ ત્રણ વોન્ટેડ
1. પ્રકાશ દિતીયાભાઇ પલાસ (ગેંગ લીડર)
2. પંકજ મગનભાઈ પલાસ
3. રઈલાભાઈ ઉર્ફે રઈલો ઉર્ફે કાળીયા પલાસ

અહીં પડાવી બૂમ

જિલ્લોગુના કુલ સાબરકાંઠા07 11,81,600
અમદાવાદ-સિટી 149,95,400
ગાંધીનગર56,60,000
વડોદરા સિટી 053,72,000
અમરેલી248,500
નવસારી21,42,000
ખેડા185,000
સુરત સિટી135,000
રાજકોટ110 લાખ
કુલ3545,18,900

પૂછપરછમાં ગુનો કબૂલી લીધો: SP

ગુનાની વધુ વિગત આપતાં SPએ જણાવ્યું કે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં છેલ્લા એકાદ વર્ષ દરમિયાન થયેલ ચોરી, લૂંટની મોડસ ઓપરેન્ડી અને ટેકનીકલ રિસોર્સીસના ઉપયોગથી ગરબાડાની ચડ્ડી ગેંગ હોવાની સંભાવનાઓ ચકાસ્યા બાદ સરસોડાના 3 શકમંદો મળતાં તેમની પૂછપરછને અંતે 9 જિલ્લામાં રૂ. 45 લાખથી વધુની મત્તાની 35 જેટલી ચોરી લૂંટને અંજામ આપ્યાની કબૂલાત કરી છે. > ચૈતન્ય મંડલીક, સા.કાં. એસ.પી.

ફેક્ટરી ઓફિસોમાં જ ચોરી
ચડ્ડી ગેંગ ફેક્ટરીની ઓફિસો ને જ નિશાન બનાવે છે. જેમાં આ લોકો શ્રમિક વર્ગ સાથે સરળતાથી ભળી જાય છે અને રેકી કરે છે ટીપ મળ્યા બાદ સાગરીતો ગુનાને અંજામ આપે છે. ગુનામાં રોકડ મળતી હોઈ અને ફરિયાદ કરવાનું ટાળવામાં આવતું હોઈ ગેંગને ફાવટ આવી ગઇ છે.

ચોરી દરમિયાન કેટલાક લોકો બહાર ઉભા રહે છે, માત્ર શોર્ટ ચડ્ડી પહેરે છે
પ્રાંતિજ પીઆઇ પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગરબાડાની ચડ્ડી ગેંગ ચોરી લૂંટને અંજામ આપવા દરમિયાન માત્ર શોર્ટ - ચડ્ડી પહેરે છે કમરે પાછળના ભાગે એક પોટલી જેવું રાખે છે જેમાં પથ્થર હોય છે કોઈ જાગી જાય કે વિરોધ કરે તો છૂટા પથ્થરો મારી ભયનો માહોલ ઊભો કરે છે ચોરી કરવા દરમિયાન કેટલાક લોકો બહાર ઉભા રહે છે અને ધ્યાન રાખે છે.

ગઢોડા પ્લાન્ટમાં રહી ત્યાં જ પ્લાન્ટની ઓફિસમાં પણ 3 હજારની ચોરી કરી
હિંમતનગરની અડીને આવેલ ગઢોડામાં એન.જી. પ્લાન્ટમાં વિજયકુમાર શકરાભાઈ બારીયા મુકાદમ તરીકે હતો અને આજુબાજુમાં રેકી કરતો હતો. ત્રણેય શખ્સો જ્યાં રહેતા હતા. તે એન.જી. પ્લાન્ટની ઓફિસમાંથી પણ રૂ. 3 હજારની ચોરી કર્યાની કબૂલાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...