તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોળ શાકભાજી ઉત્પાદનનું હબ:સાબરકાંઠા જિલ્લાના વડાલીનું ભંડવાલ વાલોળની ખેતીથી સિઝનમાં 10 કરોડ કમાય છે

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભંડવાલમાં રોજ રાત્રે વાલોળ ની ખરીદી માટે બજાર ભરાય છે ગામના લોકો થકી જ બહાર ના વેપારીઓ વતી ખરીદી કરાય છે. - Divya Bhaskar
ભંડવાલમાં રોજ રાત્રે વાલોળ ની ખરીદી માટે બજાર ભરાય છે ગામના લોકો થકી જ બહાર ના વેપારીઓ વતી ખરીદી કરાય છે.
 • ગામના 200થી વધુ ખેડૂતો 240 હેક્ટરમાં ચોમાસા અને શિયાળામાં વાલોળની ખેતી કરી 3 થી 5 લાખની આવક મેળવે છે
 • ગામમાં જ શાકભાજી માર્કેટ, સુરત, લીમડી, દાહોદ, જોધપુર, પાલી, બુંદીકોટા ,પાટણ, ડીસા, પાલનપુર સહિતના વેપારીઓ અહીંથી વાલોળ ખરીદે છે

સાબરકાંઠા જિલ્લાના વડાલી આસપાસના ગ્રામ્ય વિસ્તારો શાકભાજીનું હબ ગણાય છે. ભંડવાલ ગામના 200થી વધુ ખેડૂતો 240 હેક્ટરમાં ચોમાસા અને શિયાળાની સિઝનમાં વાલોળની ખેતી કરીને 10 કરોડથી વધુ ની આવક મેળવે છે. ગામમાં જ ખરીદી માટે માર્કેટ બનાવ્યુ છે. જ્યાં ગામના જ વેપારીઓ-ખેડૂતો ખરીદ વેચાણ કરે છે અને અહીંની વાલોળ રાજ્ય સહિત અન્ય રાજ્યમાં જાય છે.

ભંડવાલ ગામ સ્થાનિક સ્તરે ખરીદીને કારણે આ બધાની વચ્ચે વાલોળ ઉત્પાદનનું હબ બની ગયું છે. ગામમાં 200થી વધુ ખેડૂતો છે ખેતરોમાં જ્યાં નજર કરો ત્યાં વાલોળના માંડવા નજરે ચડે છે. ગામનો પ્રત્યેક ખેડૂત સિઝનમાં ત્રણ થી પાંચ લાખની આવક મેળવે છે. વાલોળની ખેતી ઓછા પાણીએ અને છ થી સાત માસ સુધીનો પાક છે. બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને અવાર-નવાર ભાવની સમસ્યાનો સામનો કરવો પડે છે.

પરંતુ ભંડવાલ ગામમાં નાનું માર્કેટ બનાવાયુ છે. જ્યાં ખેડૂતો રોજ રાત્રે પોતાના ઉત્પાદન લઈને આવે છે અને બહારના વેપારીઓ વતીથી ખરીદી થાય છે. ત્યારબાદ અહીંની વાલોળ અમદાવાદ સુરત સહિત મહારાષ્ટ્ર તથા રાજસ્થાન પહોંચે છે ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઉઠાવવો પડતો નથી.

ગામમાં જ શાકભાજીનું માર્કેટ બનાવાયું
ભંડવાલ ગામના ખેડૂતો સારી ગુણવત્તાની વાલોળનું ઉત્પાદન કરે છે. વેચાણ માટે બહાર ન જવું પડે એટલા માટે ગામની સેવા સહકારી મંડળી અને ગ્રામજનોના સહયોગથી શાકભાજી માર્કેટ બનાવ્યું છે. તેમાં સાંજે હરાજીથી વેચાણ થાય છે. સુરત લીમડી, દાહોદ, જોધપુર, પાલી, બુંદીકોટા, પાટણ, ડીસા, પાલનપુર સહિતના વેપારીઓને અહીંથી વાલોળ ખરીદી પહોંચાડાય છે અને ખેડૂતોને સારા ભાવ મળે છે. ગામમાં 240 હેકટરમાં વાવેતર થયું છે અને ચાલુ વર્ષે ઉતારો પણ સારો આવી રહ્યો છે. ગામના ખેડૂતોની વાર્ષિક આવક રૂ. 10 કરોડથી વધુ થઇ છે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. > નરેશભાઈ પટેલ, ખેડૂત અગ્રણી, ભંડવાલ

ખર્ચ 60 હજારની આસપાસ થાય છે
બે એકર જેવું વાવેતર કર્યું છે અને અઢીથી ત્રણ લાખ જેટલું ઉત્પાદન થાય છે જેમાં બિયારણ દવા વિણામણનો ખર્ચ રૂપિયા 60 હજારની આસપાસ થાય છે અને વાલોળ રોકડીયો પાક હોવાથી ખેડૂતોને ફાયદો થાય છે. > સુરેશભાઈ પટેલ, ખેડૂત, ભંડવાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો